Crispy Paneer Balls: ક્રિસ્પી પનીર બોલ્સ એવો નાસ્તો છે જેને ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે. દિવસ દરમિયાન ક્યારેક ઓછી ભૂખ લાગે, તો તેને ઝડપથી તૈયાર કરી શકાય છે. કિડ્સ પાર્ટીમાં પણ આ હેલ્ધી નાસ્તો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પનીર પ્રોટીનથી ભૂરપૂર હોય છે, આવી સ્થિતિમાં તેનાથી બાળકોના સ્વાસ્થ્યને પણ લાભ મળે છે. પનીર બોલ્સને બનાવવા ખૂબ જ સરળ હોય છે અને આ ફૂડ રેસિપી સ્વાદમાં પણ લાજવાબ હોય છે. તમે પણ જો ક્રિસ્પી પનીર બોલ્સની રેસિપીને ટ્રાય કરવા માંગો છો તો અમે તમને તેને બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને ફોલો કરીને તમે સ્વાદિષ્ટ પનીર બોલ્સ બનાવી શકો છો.
ક્રિસ્પી પનીર બોલ્સ બનાવવા માટે સામગ્રી
- 100 ગ્રામ પનીર
- 2 ડુંગળી બારીક સમારેલી
- 2 લીલા મરચા બારીક સમારેલા
- આદુનો 1 ઇંચનો ટુકડો
- 2 ચમચી ચોખાનો લોટ
- 1 ચમચી ચણાનો લોટ
- 1 ચમચી કોર્નફ્લોર
- 2 ચમચી બારીક સમારેલી કોથમીર
- સ્વાદ મુજબ મીઠું
- ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ
ક્રિસ્પી પનીર બોલ્સ બનાવવાની રીત
- સૌથી પહેલા પનીરને સારી રીતે મેશ કરી લો. આ માટે તમે ઈચ્છો તો છીણી પણ શકો છો. હવે બાઉલમાં આ મેશ કરેલા પનીરની સાથે બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
- તમે ઈચ્છો તો સાથે લીલી ડુંગળીને પણ બારીક કાપીને લઈ શકો છો. સાથે તેમાં બારીક સમારેલા લીલા મરચા, કોથમીર અને બારીક સમારેલ આદુ પણ ઉમેરો.
- સાથે જ કાળા મરી, ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ પણ મિક્સ કરી લો. મીઠું ઉમેરો અને સાથે ચોખાનો લોટ નાખીને મિક્સ કરો.
- સાથે તેમાં ચણાનો લોટ અને કોર્નફ્લોર પણ ઉમેરી દો. ચણાનો લોટ સમગ્ર મિશ્રણને બાંધવામાં મદદ કરે છે અને ચોખાના લોટથી ક્રિસ્પીનેસ મળે છે. એટલા માટે એક પણ સામગ્રીને છોડશો નહીં.
- તમે ઈચ્છો તો થોડો ચાટ મસાલો અને ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. બધું બરાબર મિક્સ કરો. સમાન માત્રામાં લો અને તેને ગોળ આકાર આપો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો અને આ બધા પનીર બોલ્સને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ટેસ્ટી ક્રિસ્પી પનીર બોલ્સ, તેને ટામેટા અને ચીલી સોસની સાથે ગરમ-ગરમ સર્વ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.