Methi Palak Na Gota Recipe: ચોમાસામાં ભજીયા ખાવાની એક અલગ જ મજા છે. લોકો હવે અલગ અલગ પ્રકારના ભજીયા બનાવે છે. જો તમે અલગ પ્રકારની ભજીયા ટ્રાય કરવા માંગો છો તો અમે તમારા માટે મેથી અને પાલકના ભજીયાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીતથી તેને બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે અને પોચા રુ જેવા બનશે, આ રેસિપી સેવ કરી લો.
મેથી અને પાલકના ભજીયા બનાવવાની સામગ્રી
- 1 વાટકો મેથી
- 1/2 વાટકો પાલક
- 1 વાટકો ચણાનો લોટ
- 2 ચમચી ચોખાનો લોટ
- 1/2 ચમચી લીંબુનો રસ
- 1/2 ચમચી ખાવાનો સોડા
- 1/2 અજમો
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- મીઠું સ્વાદાનુસાર
- પાણી જરૂર મુજબ
મેથી અને પાલકના ભજીયા કેવી રીતે બનાવવા
- સૌપ્રથમ મેથી અને પાલકને ઝીણી સમારેલી લો અને પાણીથી સરખી ધોઈ લો.
- ત્યારબાદ એક પાત્રમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ લો.
- હવે તેમાં મેથી,પાલક અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
- મિશ્રણમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરીને લોટ તૈયાર કરો.
- ત્યારબાદ તેમાં લીંબૂ અને સોડા ઉમેરીને બરાબર હલાવો.
- ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દો.
- હવે મહત્વનું ગરમ તેલની એક ચમચી આ મિશ્રણમાં નાખો. આવું કરવાથી ભજીયા એકદમ પોચા થશે.
- ત્યારબાદ ચટણી સાથે ગરમાગરમ ભજીયા સર્વ કરો.
Image Credit - Viraj Naik Recipes