Hair Care Tips: શું તમે પણ શિયાળામાં કરો છો હેર ડ્રાયરનો ઉપયોગ? તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 30 Dec 2023 05:30 AM (IST)Updated: Sat 30 Dec 2023 05:30 AM (IST)
winter-hair-care-tips-in-gujarati-how-to-use-hair-dryer-257822

Side Effects Of Using Hair Dryer in Winters: વાળને ધોયા પછી શિયાળાની ઋતુમાં તેને સૂકવવા એક મોટો ટાસ્ક હોય છે. આ કામ માટે પુરુષો અને મહિલાઓ બંને જ હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે. હેર ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળ ઝડપથી સુકાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે હેર ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન પણ પહોંચે છે. ખોટી રીતે તેનો ઉપયોગ કરનાર લોકોના વાળને ગંભીર નુકસાન થાય છે. હેર ડ્રાયરમાંથી નીકળતી ગરમ હવા વાળને ડેમેજ કરી શકે છે અને તેના કારણે સ્કેલ્પમાં પણ સમસ્યા થઈ શકે છે. ડ્રાય હેર ધરાવતા લોકો માટે હેર ડ્રાયરનો ઉપયોગ ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે.

હેર ડ્રાયરના નુકસાન
ઘણીવાર આપણને એવું લાગે છે કે આ મશીનોના આવવાથી આપણું કામ ઘણું સરળ થઈ ગયું છે પણ એવું બિલકુલ નથી. પરંતુ તેનાથી આપણા વાળ વધારે ડ્રાય દેખાવા લાગે છે. હકીકતમાં ડ્રાયરમાંથી નીકળતી ગરમ હવા આપણા વાળને નુકસાન પહોંચાડે છે અને જે પણ નેચરલ ભેજ ​​છે તે સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. જેના કારણે વાળ ફ્રિઝી અને ડ્રાય દેખાવા લાગે છે. તેથી તેનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે, વાળ હેલ્ધી રહે અને તેની લંબાઈ પણ જળવાઈ રહે.

આ રીતે કરો ડ્રાયરનો ઉપયોગ

  • વાળને કુદરતી રીતે સૂકવવાનો પ્રયાસ કરો, જેથી તે ખરાબ ન થાય.
  • જો તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરી રહ્યા છો, તો લો-આઉટ અથવા પછી મીડિયમ હીટ પર જ તેનો ઉપયોગ કરો.
  • આમ કરતા પહેલા જ્યારે તમે તમારા વાળ ધોવો, ત્યારે તેમાં સીરમ અથવા કન્ડિશનર સારી રીતે લગાવો જેથી વાળમાં ભેજ રહે.
  • વાળમાં તેનો ઉપયોગ મહિનામાં માત્ર 1થી 2 વાર જ કરો જેથી વાળ સ્વસ્થ રહે.
  • જ્યારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે હીટ તમારા સ્કેલ્પ સુધી ન પહોંચે નહીંતર તમારા વાળ ખરવા લાગશે.

નોંધ: કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરુર લો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.