Lip Care: વારંવાર હોઠ ફાટી જતાં હોય તો આ દેશી નુસખા એક વખત અજમાવી જુઓ, આખો શિયાળો હોઠ ગુલાબી રહેશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 29 Dec 2023 06:00 AM (IST)Updated: Fri 29 Dec 2023 06:00 AM (IST)
home-remedy-tips-to-cure-your-creaked-lips-in-winter-257258

Lip Care: શિયાળામાં ઘણીવાર હોઠ ફાટવા લાગે છે. આ ઋતુમાં ભેજના અભાવે હોઠ ખરાબ રીતે ફાટવા લાગે છે. તમે લિપ બામ ન લગાવો તો આ સમસ્યા અનેકગણી વધી શકે છે. આવી સ્થિતિમાં તમારા હોઠ પર લિપસ્ટિક પણ સુંદર લાગતી નથી અને તમારા હોઠ એકદમ ખરાબ દેખાવા લાગે છે. અહીં કેટલાક એવા ઘરેલું ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે, જે તમારા હોઠને ફાટવાથી બચાવે છે અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે.

ફાટેલા હોઠોથી લઈને ડેડ સ્કિનને દૂર કરવા માટે આ રીતે તૈયાર કરો સ્ક્રબ

  • એક નાના બાઉલમાં કાસ્ટર શુગર અથવા દરિયાઈ મીઠું લો.
  • મીઠું અથવા ખાંડમાં મધ અથવા બેબી ઓઈલ નાખીને મિક્સ કરો.
  • સ્ક્રબ તૈયાર છે, રુની મદદથી હોઠ પર લગાવો અને હળવા હાથોથી ઘસીને ડેડ સ્કિનને સાફ કરી લો.
  • ત્યારબાદ રુને ભીનું કરો અને હોઠને સાફ કરી લો.

મલાઈ અથવા ઘી લગાવો

  • મલાઈ અને ઘી બંને જ આપણી ત્વચા અને હોઠ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
  • રાત્રે સૂતા પહેલા ઘી અથવા મલાઈ લગાવીને આંગળીઓથી ઘસો.
  • ઘી અને મલાઈ લગાવવાથી હોઠની ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિન રિપેર થવામાં પણ ખૂબ જ મદદ મળે છે.

વિટામિન E ઓઈલ

  • વાળ હોય કે ત્વચા વિટામિન ઈ કેપ્સ્યુલનો ઉપયોગ બ્યુટીની ઘણી વસ્તુઓ માટે કરવામાં આવે છે.
  • ત્વચા અને વાળ ઉપરાંત વિટામિન ઈનો ઉપયોગ હોઠ માટે પણ ફાયદાકારક છે.
  • રાત્રે સૂતા પહેલા હોઠ પર વિટામિન-Eના થોડા ટીપાં લગાવીને સારી રીતે ઘસો અને સૂઈ જાઓ, તમારા હોઠને ઘણો ફાયદો થશે.

એવોકાડો બટર

  • એવોકાડો બટર તમારી ત્વચાની સાથે-સાથે હોઠ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
  • એવોકાડો બટરમાં હાજર ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ લિપ કેર માટે બેસ્ટ છે.
  • રૂ અથવા આંગળીઓની મદદથી બટર લો અને હોઠ પર લગાવીને આખી રાત રહેવા દો.
  • થોડા દિવસોમાં રિઝલ્ટ તમારી સામે હશે.

મધ

  • મધને આપણી ત્વચા અને લિપ કેયર માટે બેસ્ટ હોમ ઈન્ગ્રેડિયન્ટ્સ માનવામાં આવે છે.
  • મધ શિયાળામાં હોઠને મોઈશ્ચરાઈઝ કરવાની સાથે-સાથે ઈન્ફેક્શનથી પણ બચાવે છે.
  • દરરોજ રાતે સૂતા પહેલા મધ લગાવો તો શિયાળામાં આપણા હોઠ ફાટશે નહીં અને ડ્રાઈનેસથી પણ રાહત મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.