Beaty Tips: ક્યારેક હવામાનના બદલાવને કારણે તો ઘણીવાર હોઠ (Lips) પર વારંવાર જીભ લગાવવાને કારણે હોઠ ફાટી જાય છે. તેના કારણે હોઠમાં તિરાડ પડવી, હોઠની ચામડી નીકળી જવી અને લોહી નીકળવું જેવી સમસ્યાઓ પણ થાય છે. તો ઘણીવાર કોઈ કારણોસર હોઠનો રંગ કાળો પડવા લાગે છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમે એલોવેરા (Aloevera)ની મદદ લઈ શકો છો. પરંતુ તમારે તેને હોઠ પર લગાવતા પહેલા નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. તો ચાલો આજે આપણે આ આર્ટિકલમાં એલોવેરા જેલને ઉપયોગ કરતી વખતે કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જાણીએ. જેનાથી હોઠની આ સમસ્યાઓ દૂર થશે અને હોઠ સોફ્ટ અને ગુલાબી બન્યા રહેશે.
હોઠને કરો સાફ
એલોવેરા જેલને ક્યારેય સીધું હોઠ પર ન લગાવો. તેને તમારા હોઠ પર લગાવતા પહેલા એકવાર હોઠને સાફ જરુર કરી લો. ઘણીવાર આપણે ડાયરેક્ટ હોઠ પર એલોવેરા જેલ લગાવી લઈએ છીએ, જેનાથી બળતરા થવા લાગે છે. હોઠને સાફ કરવાથી કોઈપણ પ્રકારની ગંદકી કે ઓઈલ સરળતાથી દૂર થઈ જાય છે. જેના કારણે એલોવેરા જેલ હોઠમાં સારી રીતે શોષાય જાય છે અને તમને વધુ સારું રિઝલ્ટ મળે છે.
શુદ્ધ એલોવેરા જેલ
જ્યારે તમે એલોવેરો જેલને તમારા હોઠ પર લગાવો, ત્યારે તમારે તેની ક્વોલિટી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આજકાલ માર્કેટમાં એલોવેરા જેલ મળે છે, પરંતુ તમે પ્રયાસ કરો કે તે ઓર્ગેનિક હોય અને તેમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. સૌથી સારો વિકલ્પ તો એ છે કે તમે એલોવેરાના પાનને તોડીને તેમાંથી ફ્રેશ જેલ કાઢો અને તેને તમારા હોઠ પર લગાવો.
પેચ ટેસ્ટ જરૂર કરાવો
હોઠ સ્કિનના અન્ય ભાગો કરતાં વધુ સેન્સેટિંવ હોય છે, એટલા માટે જો તમે એલોવેરા જેલને હોઠ પર લગાવી રહ્યા છો તો એકવાર તમારે પેચ ટેસ્ટ જરુર કરાવવો જોઈએ. આનાથી તમે એ સમજી શકશો કે એલોવેરા જેલથી તમારા હોઠ પર કોઈ પ્રકારનું રિએક્શન તો નથી થઈ રહ્યું. જો તમને એલર્જીક રિએક્શન થાય છે તો તમારે તેને હોઠ પર લગાવવાનું ટાળવું જોઈએ.
સમયનું રાખો ધ્યાન
એલોવેરા જેલને હોઠ પર લગાવીને બહાર જવાથી તડકાને કારણે સેન્સેટિવિટી ખૂબ જ વધી શકે છે. તેથી હંમેશા એ સલાહ આપવામાં આવે છે કે હોઠ પર એલોવેરા જેલ લગાવ્યા પછી સીધા તડકામાં જવાનું ટાળો. તમે રાત્રે હોઠ પર એલોવેરા જેલ લગાવો તે જ સારું રહેશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.