શિયાળામાં દરરોજ રાતે ચહેરા પર લગાવો ઘી, ક્યારેય નહીં જવું પડે બ્યુટી પાર્લર

અમે ઘીની વાત કરી રહ્યા છીએ, જેનાથી તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. તો ચાલો જાણીએ ઉપયોગ કરવાની રીત અને તેનાથી મળતા ફાયદા વિશે….

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Sat 02 Dec 2023 04:30 AM (IST)Updated: Sat 02 Dec 2023 08:01 AM (IST)
apply-ghee-on-your-face-every-night-in-winter-you-will-never-have-to-go-to-the-beauty-parlour-242068

Skin Care Tips: દરેક મહિલા પોતાની સ્કિન કેર રુટીનને લઈને ખૂબ જ સભાન હોય છે. દરેક મહિલા ઈચ્છે છે કે વધતી ઉંમર સાથે તેમની ત્વચામાં નિખાર આવે. તેઓ પોતાની ત્વચાને ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવા માટે ઘણા ઉપાયો કરે છે. પરંતુ કેટલીકવાર આ રીતો સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે અને સ્કિનને ડેમેજ કરી નાખે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સ્કિન કેર રૂટીનની એક એવી ફોર્મ્યુલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરના રસોડામાં જ ઉપલબ્ધ છે. અમે ઘીની વાત કરી રહ્યા છીએ, જેનાથી તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. તો ચાલો જાણીએ ઉપયોગ કરવાની રીત અને તેનાથી મળતા ફાયદા વિશે….

કઈ-કઈ વસ્તુની પડશે જરૂર

  • ઘી
  • મધ

કેવી રીતે કરવો ઉપયોગ?
રાત્રે ચહેરા પર ઘી લગાવવા માટે સૌથી પહેલા તમે લગભગ 1 નાની ચમચી ઘીને થોડું ગરમ કરી લો. આ પછી તેને થોડું ઠંડુ થવા માટે રાખી દો. ઠંડુ થયા પછી તેમાં 1 ચમચી મધને ઉમેરી દો.

મધને સારી રીતે ઘીમાં મિક્સ કર્યા પછી તમે ઓછામાં ઓછા 4 થી 8 ટીપાં ચહેરા પર લગાવી લો. લગભગ 5 થી 10 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. મસાજ કરવાથી ઘી ત્વચાની અંદર શોષાઈ જશે. સતત તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં જાદુઈ ચમક જોવા મળશે.

ફાયદા
ચહેરાની ત્વચા પર ઘી લગાવવાથી સ્કિન કુદરતી રીતે ચમકવા લાગે છે. ઘીને ચહેરા પર મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે, જેના કારણે સ્કિન લાંબા સમય સુધી યુવાન દેખાય છે.

ત્વચાને કુદરતી રીતે એક્સફોલિએટ કરવા માટે મધ ખૂબ જ ફાયદાકારક છે. મધ ચહેરા પરના પોર્સને સાફ કરવામાં મદદ કરે છે. ચહેરાની ત્વચાને કોમળ રાખવામાં મધ ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

નોંધ: કોઈપણ ઉપાયને અજમાવતા પહેલા તમારે એક્સપર્ટની સલાહ લેવી જ જોઇએ. સાથે જ એક વખત પેચ ટેસ્ટ જરુર કરાવી લો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.