IAS Success Story: IAS ચંદ્રજ્યોતિસિંહે 22 વર્ષની વયે સેલ્ફ સ્ટડી થકી આવી રીતે ક્રેક કરી UPSC

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 28 Mar 2024 03:00 AM (IST)Updated: Thu 28 Mar 2024 03:00 AM (IST)
ias-success-story-chandrajyoti-singh-biography-305561

Chandrajyoti Singh IAS Success Story: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની UPSC સિવિલ સર્વિસ પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. દર વર્ષે 10 લાખથી વધુ યુવાનો આ પરીક્ષા આપે છે. તેને પ્રથમ જ પ્રયાસમાં પાસ કરી લેવી સરળ નથી હોતી. પરંતુ પંજાબના ચંદ્રજ્યોતિ સિંહે યોગ્ય સ્ટ્રેટજી બનાવી અને માત્ર 22 વર્ષની ઉંમરે આ પરીક્ષાને તેમના પહેલા જ પ્રયાસમાં પાસ કરી લીધી. તેઓ UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક ઉદાહરણ છે.

નાનપણથી દેશની સેવા કરવાનો હતો જુસ્સો
ચંદ્રજ્યોતિ સિંહના પિતા દલબારા સિંહ રિટાયર્ડ આર્મી રેડિયોલોજિસ્ટ છે અને તેમની માતા મીના સિંહ સેનામાં સેવા આપી ચૂક્યા છે, જેના કારણે તેમનામાં પણ દેશની સેવા કરવાનો જુસ્સો નાનપણથી જ આવી ગયો અને તેમણે IAS બનવાનું સપનું જોયું.

ગ્રેજ્યુએશન બાદ શરૂ કરી તૈયારી
ચંદ્રજ્યોતિ સિંહે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એક વર્ષનો બ્રેક લીધો અને ત્યારબાદ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેઓએ તેમની તૈયારી માટે માત્ર સેલ્ફ-સ્ટડી પર વિશ્વાસ કર્યો અને તેના માટે કોઈપણ પ્રકારના કોચિંગ ન કર્યું.

કોઈ કોચિંગ વગર સેલ્ફ સ્ટડી કરી
તૈયારી માટે તેમણે દરરોજ 6થી 8 કલાક સુધી અભ્યાસ કર્યો. આ સિવાય પરીક્ષાઓ નજીક આવી ત્યારે તેમણે દિવસમાં 10 કલાક કે તેથી વધુ સમય અભ્યાસ કર્યો. અન્ય વિષયોના અભ્યાસની સાથે તેઓ દરરોજ ન્યૂઝપેપર વાંચતા હતા અને દરરોજ કરેન્ટ અફેયર્સની તૈયારી કરતા રહ્યા, જેના કારણે તેમને પરીક્ષા પાસ કરવી સરળ બની.

કોઈપણ પરીક્ષા માટે સ્ટ્રેટજી છે જરુરી
પહેલા જ પ્રયાસમાં UPSC એક્ઝામ ક્રેક કરનાર ચંદ્રજ્યોતિ સિંહે તૈયારી કરી રહેલા યુવાનોને સલાહ આપતા કહ્યું કે કોઈપણ પરીક્ષાની તૈયારી માટે સ્ટ્રેટજી બનાવો અને તે જ મુજબ તૈયારી કરો. જો તમે તમારી તૈયારીઓને સરળ રાખશો અને તમારા દ્વારા બનાવેલ સ્ટ્રેટજી અનુસાર તૈયારીઓ કરશો, તો ચોક્કસપણે સફળતા તમને મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.