G20 : G20 સમિટ વર્ષમાં એક વખત યોજાય છે, અને G20ની અધ્યક્ષતા સભ્ય દેશોમાં સતત પસંદગી કરવામાં આવે છે. ભારત વર્ષ 2022-23 માટે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત 1લી ડિસેમ્બર,2022માં ઈન્ડોનેશિયા પાસેથી અધ્યક્ષતા મેળવી હતી અને 30મી નવેમ્બર,2023 સુધી પોતાની પાસે રાખશે. G20 અંગે કેટલાક પ્રશ્નો સામાન્ય પ્રજાજનોમાં ઉદભવેલ છે,જે અંગે આપણે વિશેષ માહિતી મેળવશું.
G20 સમિટ 2023 ક્યાં યોજાઈ છે?
G20 સમિટ 2023નું ભારતમાં આયોજન થઈ રહ્યું છે. ભારતે ઈન્ડોનેશિયા પાસેથી 1લી ડિસેમ્બર,2022ના રોજ અધ્યક્ષતા મેળવી હતી અને આ અધ્યક્ષતા 30મી નવેમ્બર,2023 સુધી પોતાની પાસે જાળવી રાખશે.
G20 સમિટ 2023નું પૂરું નામ શું છે અને તેનું વડુ મથક ક્યાં આવેલુ છે?
G20 એટલે ગ્રુપ ઓફ 20 (Group of 20) છે. તેનું વડુ મથક કેનકન (Cancun),મેક્સિકોમાં આવેલુ છે.
આગામી G20 સમિટ 2024 ક્યાં યોજાશે?
વર્ષ 2024ની G20ની બેઠક બ્રાઝીલના શહેર રિયો ડે જેનેરો ખાતે યોજાશે, અને તે આ સભ્ય દેશોની 19મી બેઠક હશે.
G20માં કયા સભ્ય દેશોનો સમાવેશ થાય છે
G20 એ 19 દેશોથી બનેલું સમૂહ છે. તેમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ચીન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, UK તથા અમેરિકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત EU (યુરોપિયન યુનિયન) સમાવેશ ધરાવે છે.
G7 અને G20 વચ્ચે શુ તફાવત રહેલો છે?
G20 એ 19 દેશ તથા યુરોપિયન યુનિયન (EU)થી બનેલું જૂથ છે જ્યારે G7 એ 7 સભ્ય સાથેનું રાજકીય જૂથ છે.
ભારતના વડપણ હેઠળ G20નું સૂત્ર શું છે?
ભારતની યજમાની હેઠળ G20 ''વસુધૈવ કુટુમ્બકમ"નું સૂત્ર ધરાવે છે, જેનો અર્થ એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય."
G20 સભ્ય દેશ પૈકી કયો દેશ ભારતમાં સૌથી વધુ રોકાણ ધરાવે છે?
G20 સભ્ય દેશો પૈકી સૌથી વધારે પ્રમાણમાં અમેરિકા ભારતમાં રોકાણ ધરાવે છે.
ભારત માટે G20નું પ્રમુખ તરીકેનું પદ શા માટે મહત્વનું છે?
ભારતની G20ની યજમાની હેઠળ દેશમાં આશરે 200 જેટલી બેઠકો વિવિધ શહેરોમાં આયોજીત કરવામાં આવી રહી છે. ભારતને કેટલીક ખાસ સત્તા મળે છે, જેમ કે કોઈ દેશ G20 ગ્રુપનો ભાગ ન હોય તેવા દેશને પણ તે આમંત્રણ આપી શકે છે.
ભારતે G20ની બેઠકમાં ભાગ લેવા કયાં કયાં દેશને આમંત્રણ મોકલ્યું છે
ભારતે આ વર્ષે બાંગ્લાદેશ, મૌરેશિયસ, સિંગાપોર, ઈજિપ્ત, નેધર્લેન્ડ,નાઈજિરીયા, ઓમાન અને સ્પેન જેવા દેશોને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું.
G20નો ઉદ્દેશ શું છે
G20એ શરૂઆતમાં મોટાપાયે વ્યાપક આર્થિક મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જોકે ત્યારબાદ અન્ય એજન્ડાને પણ જોડવામાં આવ્યો હતો, જેમાં વ્યાપાર, સતત વિકાસ, સ્વાસ્થ્ય, કૃષિ, ઉર્જા, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન તથા ભ્રષ્ટાચાર વિરોધી બાબતનો સમાવેશ થાય છે.
G20 કેવી રીતે કામ કરે છે
G20ના પ્રેસીડેન્સી એટલે કે અધ્યક્ષતા કરનાર દેશ એક વર્ષ માટે G20 એજન્ડા ચલાવે છે. G20માં બે સમાંતર ટ્રેક હોય છે, ફાયનાન્સ ટ્રેક અને શેરપા ટ્રેક. નાણાં મંત્રી અને કેન્દ્રીય બેંકના ગવર્નર આર્થિક ટ્રેકનું નેતૃત્વ કરે છે, જ્યારે શેરપા ટ્રેક દ્વારા શેરપાસ નેતૃત્વ કરે છે.