VIDEO: તાજેતરમાં વિશ્વભરમાંથી વિમાનોના સંચાલનમાં ટેકનિકલ સમસ્યાઓ અને ફ્લાઇટ દરમિયાન મુસાફરોને અસુવિધાના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. પરંતુ એરલાઇન્સે મેઇન્ટેનન્સના દાવાઓના ક્વોટાને પૂર્ણ કરવા અને મુસાફરોની માફી માંગવા સિવાય કંઈ ખાસ કર્યું નથી. તાજેતરનો આ કિસ્સો અમેરિકાના ટેક્સાસથી પ્રકાશમાં આવ્યો છે.
અહીં ઓરલેન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઑસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ જતી ડેલ્ટા એરલાઇન્સ ફ્લાઇટ 1893નો ફ્લૅપ તૂટી ગયો અને હવામાં લટકી ગયો. વિમાનમાં 62 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. તે બોઇંગ 737 વિમાન હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયો
વિમાન ઉતરાણ કરતા પહેલા તેની લેફ્ટ વિંગનો ફ્લૅપ આંશિક રીતે તૂટી ગયો અને છૂટો પડી ગયો. આ જોઈને, વિમાનમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા. કોઈએ આનો વિડિયો રેકોર્ડ કર્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. લેન્ડિંગ પછી ડેલ્ટા એરલાઇન્સે ફ્લૅપ તૂટવાની પુષ્ટિ કરી અને વિમાનને મેઇનટેનન્સ માટે મોકલી દીધું.
WATCH: Delta Boeing 737-800 flight DL1893 from Orlando landed in Austin yesterday with the left wing aft flap detached.
— Turbine Traveller (@Turbinetraveler) August 21, 2025
📹: Shanila Arif pic.twitter.com/C7eI5AdG6Y
એરલાઈને કહ્યું કે અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ, કારણ કે લોકોની સલામતી કરતાં અમારા માટે કંઈ વધુ મહત્વનું નથી. તે જ સમયે, યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ મામલે તપાસ શરૂ કરી છે. એરલાઈને કહ્યું છે કે તે FAAની તપાસમાં સહયોગ કરશે.
તમને જણાવી દઈએ કે ફ્લૅપ્સ ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન વધારાની લિફ્ટ અને નિયંત્રણ પ્રદાન કરવામાં મદદ કરે છે. આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયા હોવાની કોઈ માહિતી નથી. એક મહિલાએ CNNને જણાવ્યું હતું કે બારીમાંથી તૂટેલા ફ્લૅપને જોયા પછી તે ડરી ગઈ હતી. તેણીએ કહ્યું કે તે પ્લેનના પાછળના ભાગ સાથે અથડાઈ શકે છે અને અકસ્માતનું કારણ બની શકે છે.