Russia Major Attack Ukraine: રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. રશિયન સેનાએ યુક્રેનમાં કોફી મશીન બનાવતી કંપનીને નિશાન બનાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ X પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. ઝેલેન્સકીએ પોસ્ટમાં હુમલા પછીના કેટલાક ફોટા પણ શેર કર્યા છે. ઝેલેન્સકીએ લખ્યું છે કે, રશિયા યુદ્ધ રોકવાનો પ્રયાસ કરી રહ્યું નથી.
ઝેલેન્સકીએ પોસ્ટમાં લખ્યું છે કે ગઈકાલે રાત્રે રશિયન સેનાએ ઝકારપટ્ટિયામાં અમેરિકન માલિકીની કંપની પર મિસાઈલથી હુમલો કર્યો હતો. કંપનીમાં કોફી મશીન જેવી રોજિંદી વસ્તુઓ બનાવવામાં આવી રહી હતી. આ જગ્યા રશિયન સેનાના નિશાને હતી. ગઈકાલે રાત્રે રશિયનોએ અહીં મિસાઈલ છોડ્યા હતા. હુમલા બાદ ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી છે. યુક્રેનિયન સેનાના જવાનો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
Last night, the Russian army set one of its insane anti-records. They targeted civilian infrastructure facilities, residential buildings, and our people.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 21, 2025
Several cruise missiles were lobbed against an American-owned enterprise in Zakarpattia. It was a regular civilian business,… pic.twitter.com/CQLSQls4Oq
રશિયા આખી રાત યુક્રેન પર હુમલો કરતું રહ્યું
ઝેલેન્સ્કીએ પોસ્ટમાં કહ્યું છે કે રશિયન સેના આખી રાત યુક્રેનમાં વિવિધ સ્થળોએ હુમલો કરતી રહી. રશિયન સેનાએ ઝોપોરિઝ્ઝિયાથી વોલિન શહેર સુધી 574 સ્ટ્રાઈક ડ્રોન અને 40 મિસાઈલ છોડ્યા છે. કેટલાક હુમલાઓ બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાકમાં ઘણું નુકસાન થયું છે. યુક્રેનિયન સેના નાગરિકોને બચાવવામાં રોકાયેલી છે.