Pakistan Reporter Viral Video: પાકિસ્તાની પત્રકાર મેહરુન્નિસાનો પૂર રિપોર્ટિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેની પૂરની રિપોર્ટિંગ એટલી વાયરલ થઈ છે કે કેટલાક લોકો તેને "ચાંદ નવાબ મોમેન્ટ" કહી રહ્યા છે. લાહોરી-પંજાબી લહેજા અને પૂરના ભયાવહ દ્રશ્યો વચ્ચે તેનો માસુમ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે.
પાકિસ્તાની મહિલા રિપોર્ટરનો વીડિયો વાયરલ
મેહરુન્નિસાના બે વીડિયો ખાસ વાયરલ થયા છે. એક વીડિયોમાં તે બોટ પર બેસીને પૂરની સ્થિતિનું વર્ણન કરી રહી છે અને પાણીની ઊંડાઈની વાત કરતી વખતે ચીસો પાડી ઊઠે છે. તે રાવી નદી પાસે ખતરનાક રીતે ટિક-ટોક વીડિયો બનાવતા લોકોને ઠપકો આપે છે કે પોતાની જીવ જોખમમાં ન નાખો.
Pakistani TV Reporter's Dramatic Flood Coverage Goes Viral: "Mera Dil Yun Yun Kar Raha Hai"
— shaktmeme (@shaktmeme) August 29, 2025
A video of a Pakistani journalist, Mehrunnisa, has gone viral, with many comparing it to the famous "Chand Nawab from Karachi" clip.#PakistaniGirl #pakistanjouranlist #viralvideo pic.twitter.com/L0xD4IwvId
બોટ પર બેસીને જ્યારે તે વીડિયો શરૂ કરે છે ત્યારે દિલ યું યું કરે... વાળો માસુમ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. તેના આ 'માસૂમ અંદાઝ' વાળી કવરેજે મેહરુન્નિસાને 'વાયરલ ગર્લ' બનાવી દીધી છે. તેમના ચેનલ પર આ વીડિયો એડિટ કર્યા વગર જ અપલોડ કરવામાં આવ્યો છે. જે વાઈરલ થઈ રહ્યો છે.