Pakistan ADB Loan: ચીને ના પાડી તો દેવામાં ડૂબેલા પાકિસ્તાને ADB પાસે 7 અબજ ડોલરની લોન માંગી

પેશાવર અને કરાચી વચ્ચેની મુખ્ય રેલવે મેઇનલાઇન 1 ની કામગીરી માટે પાકિસ્તાને હવે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી 7 અબજ ડોલરની મોટી લોન માંગી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 29 Aug 2025 01:21 PM (IST)Updated: Fri 29 Aug 2025 01:21 PM (IST)
pakistan-seeks-usd-7-billion-asian-development-bank-adb-loan-for-railway-project-after-china-declines-support-report-593665

Pakistan Seeks ADB Loan: દેવાના બોજ હેઠળ દબાયેલા પાકિસ્તાને હવે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી 7 અબજ ડોલરની મોટી લોન માંગી છે. આ લોન પેશાવર અને કરાચી વચ્ચેની મુખ્ય રેલવે મેઇનલાઇન 1 ની કામગીરી માટે માંગી છે.

ચીને લોન આપવાની ના પાડી
ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) હેઠળની આ મહત્વપૂર્ણ પરિયોજના માટે પાકિસ્તાન ચીન પાસેથી 85 ટકા નાણાકીય સહાયની અપેક્ષા રાખતું હતું. આના કારણે પ્રોજેક્ટ 7 વર્ષથી અટક્યો છે. જોકે ચીને આ પ્રોજેક્ટ માટે સમર્થન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ચીનના ઇનકાર પછી પાકિસ્તાને ADBનો સંપર્ક કર્યો.

ADB હપ્તામાં લોન આપવાનો વિકલ્પ આપ્યો
વડાપ્રધાન શાહબાઝ શરીફ અને નાણાપ્રધાન મુહમ્મદ ઔરંગઝેબની ADB અધ્યક્ષ માસાતો કાંદા સાથેની બેઠકમાં ભંડોળનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ADBએ પ્રોજેક્ટના વિશાળ કદને કારણે તેને ભાગોમાં ફંડ આપવાનો વિકલ્પ સૂચવ્યો. ADB એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) સાથે મળીને કરાચી-રોહરી સેક્શન માટે આશરે 1.2 અબજ ડોલર (લગભગ 60 ટકા ભંડોળ) આપવા તૈયાર છે. યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક (EIB) પણ તેમાં ભાગ લઈ શકે છે.

સરકારી અંદાજ મુજબ કરાચી-રોહરી સેક્શન માટે 2 અબજ ડોલર અને રોહરી-મુલ્તાન સેક્શન માટે 1.6 અબજ ડોલરની જરૂર પડશે. ADBએ નવેમ્બર સુધીમાં 10 મિલિયન ડોલરનો પ્રોજેક્ટ રેડીનેસ ફંડ આપવાનું વચન આપ્યું છે, જેના પરિણામો પર ભંડોળ નિર્ભર રહેશે.