South America Earthquake: દક્ષિણ અમેરિકાના દક્ષિણી તટના નજીક ડ્રેક પેસેજમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. અમેરિકામાં ભૂકંપની જાણકારી આપતી સંસ્થા યુએસજીએસ (USGS)ની રિપોર્ટ મુજબ આ ભૂકંપનું કેન્દ્ર ડ્રેક પેસેજમાં સમુદ્રમાં જમીનથી લગભગ 10.8 કિલોમીટરની ઊંડાઈએ હતું. ડ્રેક પેસેજ દક્ષિણ અમેરિકાના સૌથી દક્ષિણ ભાગ અને એન્ટાર્કટિકા વચ્ચે સ્થિત છે. આ ભૂકંપના કારણે સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ચિલીમાં સુનામીની ચેતવણી જારી
શરૂઆતમાં આ જોરદાર ભૂકંપના બાદ સુનામીની વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી. જોકે અમેરિકી સુનામી ચેતવણી પ્રણાલી દ્વારા ડ્રેક પેસેજ ભૂકંપ પછી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. તેમ છતાં પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ ચિલી માટે ટૂંકી ચેતવણી જારી કરી છે. પીટીડબ્લ્યુસીએ જણાવ્યું હતું કે ડ્રેક પેસેજમાં આવેલા ભૂકંપને કારણે આગામી ત્રણ કલાકની અંદર ચિલીના કેટલાક દરિયાકિનારા પર ખતરનાક સુનામીની લહેરો ઉછળવાની સંભાવના છે.
Notable quake, preliminary info: M 7.5 - Drake Passage https://t.co/jUBsyDIjn7
— USGS Earthquakes (@USGS_Quakes) August 22, 2025
અમેરિકાના રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રએ પ્યુર્ટો રિકો-વર્જિન આઇલેન્ડ્સ પર સુનામીની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, અમેરિકી સુનામી ચેતવણી કેન્દ્રએ હાલમાં કોઈ સક્રિય ખતરો કે ચેતવણી જારી કરી નથી. ચિલીની નેવી હાઈડ્રોગ્રાફિક અને ઓસિયનગ્રાફિક સેવાએ ચિલીના એન્ટાર્કટિક સાથે જોડાયેલા વિસ્તારો માટે ચેતવણી જારી કરી છે.