Diplomatic Relations: એક સમયે હતો કે જ્યારે અમેરિકા અને ભારતના નેતાઓ પોતાની ભાગીદારીને વિશ્વની સૌથી જૂના અને વિશાળ લોકશાહી વચ્ચે એક સ્વભાવિત સંગઠન તરીકે જોતા હતા. આજે સંબંધો નબળા પડી ગયા છે.
અવિશ્વાસ, રાજકીય અહંકાર અને એક એવા અમેરિકી રાષ્ટ્રપતિને લીધે સંબંધોમાં ભારે કડવાસ આવી ગઈ છે.જે ભારતની સંપ્રભૂતાનું સન્માન કરવાને બદલે પોતાની પ્રશંસા મેળવવા માટે આતુર છે. એક એવા રાષ્ટ્રપતિ કે જે ફક્ત પોતાની મનોકામના પૂરી કરવા સતત પ્રયત્નશીલ છે. તેને લીધે અમેરિકાના અનેક દેશો સાથે સંબંધ બગડી ગયા છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર માટેનું જુનૂન
આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાનું જુનૂન છે. વારંવાર ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની લાઈનનું રટણ કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદી સમક્ષ નોમિને કરવાની ગુહાર લગાવવાના તેમના સ્પષ્ટ સંકેત છે.
આ પણ વાંચો
ટ્રમ્પ અંગે ખુલાસો
ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે 17 જૂન 2025ન રોજ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને આ બન્ને નેતા વચ્ચે આશરે 35 મિનિટ સુધી વાતચીત થઈ હતી. ટ્રમ્પ ઈચ્છતા હતા કે PM મોદી તેમને નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરે પણ PM મોદીએ આ અંગે ઈન્કાર કર્યો હતો.
અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ખુલાસો કર્યો છે કે આ વાતચીત દરમિયાન ટ્રમ્પે PM મોદી સમક્ષ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જઈ રહ્યું છે અને તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ સમાપ્ત કરવાનો ગર્વ છે. ભારતે પણ તેમને આ માટે નોમિનેટ કરવા જોઈએ.
ટ્રમ્પની આ વાત સાંભળીને PM મોદી નારાજ
રિપોર્ટ મુજબ ટ્રમ્પની આ વાત સાંભળીને ભારતીય નેતા નારાજ થયા હતા. તેમણે ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તાજેતરના યુદ્ધવિરામમાં તેમની કે તેમના દેશની કોઈ ભૂમિકા નથી. યુદ્ધવિરામનો નિર્ણય સીધો ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો હતો. આ પછી ભારત અને અમેરિકાના સંબંધોમાં ખટાશ આવવા લાગી.
ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યો
યુદ્ધવિરામ અંગે મતભેદ અને નોબેલ શાંતિ પુરસ્કાર અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યા પછી બંને નેતા વચ્ચે સંબંધમાં કડવાસ આવી ગઈ હતી.આ ફોન કોલના થોડા સમય પછી ટ્રમ્પે પહેલા ભારત પર 25 ટકા અને પછી 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. એટલું જ નહીં, તેમણે ભારતમાં યોજાનારી ક્વાડ સમિટમાં ભાગ લેવાનો પણ ઇનકાર કર્યો હતો.