Unique Love Story: 25 વર્ષની ગર્લફ્રેન્ડ અને 76 વર્ષનો બોયફ્રેન્ડ… વાંચો દોસ્તીથી લગ્ન સુધીની અનોખી પ્રેમ કહાણી

સેન ડિએગોની 25 વર્ષીય ડાયના મોન્ટાનો (Diana Montano), 76 વર્ષના એડગર (Edgar) નામના વ્યક્તિને ડેટ કરી રહી છે. આ કપલ વચ્ચે ઉંમરનો 51 વર્ષનો મોટો તફાવત છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 22 Aug 2025 04:43 PM (IST)Updated: Fri 22 Aug 2025 04:43 PM (IST)
25-year-old-woman-falls-in-love-with-76-year-old-man-unique-love-story-589975

Unique Love Story: આજકાલ એક અનોખું કપલ ખૂબ ચર્ચામાં છે, જેની પ્રેમ કહાણી સૌને આકર્ષી રહી છે. સેન ડિએગોની 25 વર્ષીય ડાયના મોન્ટાનો (Diana Montano), 76 વર્ષના એડગર (Edgar) નામના વ્યક્તિને ડેટ કરી રહી છે. આ કપલ વચ્ચે ઉંમરનો 51 વર્ષનો મોટો તફાવત છે, તેમ છતાં તેઓ એકબીજાને ખૂબ પસંદ કરે છે અને ખુશીથી પ્રેમ કરે છે. જાણો બંનેની પ્રેમ કહાણી

જાણો કેવી રીતે થયો પ્રેમ

ડાયના અને એડગરની મુલાકાત એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને સમય જતાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. જુલાઈ 2024માં આ દંપતીએ સત્તાવાર રીતે લગ્ન પણ કર્યા છે. ડાયનાના કહેવા મુજબ તેમના સંબંધોમાં ઉંમરનો તફાવત મુખ્ય મુદ્દો નથી. તે જણાવે છે કે તેમની વચ્ચેની વાતચીત ખૂબ જ સહજ છે, એડગર તેમનો આદર કરે છે અને તેઓ ખરેખર જીવંત વ્યક્તિ છે. અલગ-અલગ પેઢીના હોવા છતાં, ડાયના અને એડગરને એકબીજા સાથે જોડાવામાં કોઈ મુશ્કેલી પડી નથી, કારણ કે તેમની ઘણી બધી વાતો અને રસ એકસરખા છે.

પરિવારજનો અસહમત

આ અનોખા પ્રેમ સંબંધમાં ડાયનાને સામાજિક સ્વીકૃતિ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. લોકો તેમને જાહેરમાં જોઈને ઘૂરીને જુએ છે. ડાયનાના કેટલાક પરિવારજનો પણ આ સંબંધથી સહમત નથી અને તેમને લાગે છે કે તે પોતાની જિંદગી બરબાદ કરી રહી છે. વધુમાં એડગરને પારિવારિક સમારોહમાં ડાયનાના નાના સંબંધીઓ સાથે વાતચીત કરવામાં 'ભાષાકીય અવરોધ' નો સામનો કરવો પડે છે.

ઓનલાઈન પણ તેમને ખૂબ જ નકારાત્મક અને ભયાવહ પ્રતિક્રિયાઓ મળી છે, જેમાં એક ટિપ્પણીમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે મને આશા છે કે તેના મૃત્યુ પહેલા તું મરી જઈશ'. જોકે ડાયના અને એડગરને કોઈ શું વિચારે છે તેની પરવા નથી. તેઓ જણાવે છે કે એડગર સાથેનો તેમનો સંબંધ અત્યાર સુધીનો સૌથી 'આત્મીય અને ભાવુક' સંબંધ છે. રસપ્રદ વાત એ છે કે, હવે તેમને નકારાત્મક ટિપ્પણીઓ વાંચીને હસવું આવે છે અને તેમને ઘણી સકારાત્મક પ્રતિક્રિયાઓ પણ મળી છે, જેમાં લોકો તેમના જેવો સંબંધ કેવી રીતે મેળવી શકે તે વિશે પૂછે છે.