Veraval News: ગીર પંથકનો કમલેશ્વર ડેમ 100 ટકા ભરાયો, તાલાલા અને મેંદરડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

તાલાળા તાલુકાના કમલેશ્વર નેશ, દાજીયાનેશ, ચિત્રાવડ, ચિત્રોડ, ગિદરીયા, ખીરધાર, બોરવાવ, રમરેચી, સાંગોદ્રા, ઘૂંસિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 29 Aug 2025 03:49 PM (IST)Updated: Fri 29 Aug 2025 03:49 PM (IST)
veraval-news-kamleshwar-dam-reaches-full-capacity-low-lying-areas-of-talala-and-mendarda-alerted-593734

Veraval News: પાણીની અવિરત આવકના કારણે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના કમલેશ્વર નેશ ગામ પાસે હિરણ નદી પર આવેલો કમલેશ્વર (હિરણ-1) ડેમ ડીઝાઈન સ્ટોરેજના 100 ટકા પાણી ભરાતાં છલોછલ થયો છે.

ડેમમાં ગઇકાલે બપોરે અગિયાર કલાક સુધીમાં પાણીનું લેવલ-44.20 મીટર, પાણીની ઊંડાઈ-12.96 મીટર તથા પાણીનો જીવંત જથ્થો 19.639 તથા કુલ જથ્થો 20.226 મી.ઘન મીટર છે. તેમજ પાણીની આવક 143.૮૮ ક્યુસેક છે. ડેમમાં પાણીની આવક ધીમી ગતિએ ચાલુ છે. જેથી કોઈ પણ સમયે ડેમ ઓવરફલો થવાની શક્યતા રહેલી છે.

ડેમ ઓવરફલો થવાથી નદીમાં પાણીનો એકધારો પ્રવાહ પસાર થશે જેથી ડેમની હેઠવાસના તાલાળા તાલુકાના કમલેશ્વર નેશ, દાજીયાનેશ, ચિત્રાવડ, ચિત્રોડ, ગિદરીયા, ખીરધાર, બોરવાવ, રમરેચી, સાંગોદ્રા, ઘૂંસિયા, તાલાળા તેમજ મેંદરડા તાલુકાના સાસણ, ભાલછેલના રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. ઉપરાંત આ તમામ ડેમની હેઠવાસના ગામનાં લોકોને નદીના પટમા કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.