Veraval News: જમજીર ધોધ સાથે વીડિયો બનાવનાર ઇન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ સામે ફરિયાદ, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

ઇન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ સહિત ત્રણેય યુવતીઓએ ધોધ નજીક પહોંચી રિલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 26 Aug 2025 07:22 PM (IST)Updated: Tue 26 Aug 2025 07:22 PM (IST)
veraval-news-influencer-pooja-prajapati-under-investigation-for-video-at-jamjir-falls-592250

Veraval News: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા જમજીર ધોધ ખાતેનો એક વીડિયો ઇન્ફ્લુએન્સર-મોડલ પૂજા પ્રજાપતિ સહિત ત્રણ યુવતીઓ દ્વારા બનાવવા આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમજ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જીવ જોખમમાં મૂકીને ધોધ પાસે ન જાય.

કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધ પર ભૂતકાળમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોય તંત્ર દ્વારા ધોધ નજીક ન જવા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં ઇન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ સહિત ત્રણેય યુવતીઓએ ધોધ નજીક પહોંચી રિલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ ગંભીર બાબત તંત્રના ધ્યાનમાં આવતાં એક્ટર સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી ગીર સોમનાથના નિવાસી અધિક કલેકટર રાજેશ આલ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

જમજીર ધોધ પરનો પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનો વીડિયો વાઈરલ થયો છે. આ ધોધ પર લોકોની અવરજવર પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પૂજા પ્રજાપતિએ તેની મિત્રો સાથે રિલ્સ બનાવતા ધોરણસરની ફરિયાદ દાખલ કરી તપાસનો આદેશ આપ્યો છે. વધુમાં જમજીર ધોધ ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લાના નાગરિકોને ધોધ ખાતે જીવ જોખમમાં મૂકી ન જવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે અપીલ કરી છે.