Gujarat Rains: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ નોંધાયો, સૌથી વધુ સુત્રાપાડામાં 11.30 ઇંચ નોંધાયો

ગુજરાત રાજ્યમાં ફરી એકવખત મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આ દરમિયાન સાતમ-આઠમથી ફરી વાર સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 19 Aug 2025 10:55 AM (IST)Updated: Tue 19 Aug 2025 11:23 AM (IST)
gujarat-rains-82-talukas-receive-rainfall-in-24-hours-sutrapada-records-11-30-inches-587972

Gujarat Rains: રાજ્યમાં જન્માષ્ટમીથી ફરી એક વખત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી લઇને અતિભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો છે. જેમા વાત કરવામાં આવે તો, સુત્રાપાડામાં 11.30 ઇંચ, પાટણ-વેરાવળમાં 5.67 ઇંચ, કોડિનારમાં 4.96 ઇંચ, ગીર ગઢડામાં 4.84 ઇંચ વરસાદ પડ્યો છે.

આજે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 7 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

આજના વરસાદના આંકડા

આજે વહેલી સવારથી પણ અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સવારના આઠ વાગ્યા સુધીન વરસાદના આંકડા જોવામાં આવે તો, જૂનાગઢના માંગરોળમાં 2.56 ઇંચ, માળીયા હાટીનામાં 1.34 ઇંચ આવી રીતે 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 11.30 ઇંચ, ડિસામમાં 2.99 ઇંચ, ઉનામમાં 2.60 ઇંચ, તલાલામાં 2.56 ઇંચ, નવસારીમાં 2.28 ઇંચ, માંગરોળમાં 2.9 ઇચ, પારડીમાં 2.1 ઇંચ આમ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.