Vadodara: વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં હાલોલ ખાતે રહેતી 25 વર્ષીય યુવતીએ પોતાના મંગેતર એવા યુવક વિરુદ્ધ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 18 નવેમ્બરના રોજ યુવતીની સગાઈ બાપોદના કલેડીયા ગામમાં રહેતા યુવક સાથે સમાજના રિતી-રિવાજ મુજબ થઈ હતી. જે બાદ યુવતી અવારનવાર વડોદરા સ્થિત યુવકના ઘરે જતી હતી. જ્યાં તે પોતાના ભાઈ-ભાભી અને ભત્રીજા સાથે રહેતો હતો.
Vadodara: ગંભીરા બ્રિજ તૂટી પડતાં હજારો લોકો 40 કિમી લાંબુ ચક્કર કાપવા મજબૂર, પહેલા રૂ. 800 આવતો પેટ્રોલનો ખર્ચ વધીને 3 હજારની ઉપર પહોંચ્યો
ગત 14 ડિસેમ્બરે જ્યારે યુવતી મંગેતરના ઘરે પહોંચી, ત્યારે તેના પરિવારજનો બહારગામ ગયા હતા. આ દરમિયાન યુવકે બળજબરીથી શરીર સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ વિરોધ કરતાં યુવકે લગ્ન કરવાની ખાતરી આપીને સબંધ બાંધ્યો હતો. જે બાદ યુવક અવારનવાર યુવતીને અલગ-અલગ રૂમમાં લઈ જઈને શારીરિક સબંધ બાંધતો હતો.
આ પણ વાંચો
આખરે બન્ને પરિવારોની સંમતિથી લગ્ન નક્કી થયા હતા. જો કે છેલ્લા ત્રણેક મહિનાથી યુવકે યુવતી સાથે ઝઘડા શરૂ કરીને વાતચીત ઓછી કરી દીધી હતી. ગત 10 ઓગસ્ટે યુવતી યુવકને મળવા ગઈ ત્યારે યુવકના પિતાએ સ્પષ્ટ કહ્યું કે, મારા પુત્રને તું ગમતી નથી. તે તારી સાથે લગ્ન નહીં કરે. યુવકે પણ લગ્નનો ઈનકાર કરીને યુવતીને ઘરે મૂકી આવ્યો હતો.
જે બાદ યુવતીના પરિવારજનો સમજાવવા ગયા, ત્યારે યુવકે યુવતીના ભાઈ સાથે ઝઘડો કરીને તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. આખરે યુવતીએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.