Vadodara: વડોદરા શહેરમાં રાષ્ટ્રીય બજરંગદળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ઓજસ્વિની વડોદરા મહાનગર અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી હિન્દુઓની સુરક્ષા માટે કડક વસ્તી નિયંત્રણ કાયદાની માંગ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુ સંગઠનોના આગેવાનોનું કહેવું છે કે, દેશના અનેક ભાગોમાં હિન્દુ સમાજ સુરક્ષિત નથી. દરેક હિન્દુ તહેવારે સરઘસ અથવા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ક્યાંક ને ક્યાંક હુમલા થતા રહે છે. તાજેતરમાં બંગાળના મુર્શિદાબાદમાં થયેલા રમખાણો, પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા નરસંહાર જેવા ઉદાહરણો આગેવાનો દ્વારા રજૂ કરાયા હતા.
આ પણ વાંચો
તેમનો આક્ષેપ છે કે, દેશમાં વધતી વસ્તી માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી એક મુખ્ય કારણ છે. આ ઘૂસણખોરો ભારતમાં વસવાટ કરી રહ્યા છે અને સ્થાનિક જનસંખ્યા પર દબાણ ઊભું કરી રહ્યા છે. આ ઉપરાંત વિદેશી નાણાંથી સક્રિય ગેંગ દ્વારા થતું ધર્માંતરણ પણ હિન્દુઓ માટે મોટો ખતરો છે.

કથી વધુ પત્ની રાખે અથવા બે કરતાં વધુ બાળકો પેદા કરે તેને આજીવન કેદની સજા કરો
વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે મુસ્લિમ સમુદાયની વસ્તી 15 ટકા સુધી પહોંચે છે, ત્યારે તે હિન્દુઓ પર હુમલા શરૂ કરે છે. તેઓનો દાવો છે કે વધતી મુસ્લિમ વસ્તી હિન્દુ સમાજના અસ્તિત્વ માટે જોખમ બની રહી છે. આથી સંગઠનો સરકારે કડક વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની માંગ કરી હતી.
આવેદનપત્રમાં સૂચન કરવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ એકથી વધુ પત્ની રાખે અથવા બે કરતા વધુ બાળકો પેદા કરે, તો તેને આજીવન કેદની સજા થવી જોઈએ. આ સાથે જ આવા પરિવારોને કોઈપણ સરકારી સુવિધા ન આપવી અને મતદાનના અધિકારથી પણ વંચિત રાખવા જોઈએ. આ સંગઠનોના મતે આવી કડક કાયદાકીય કાર્યવાહીથી દેશમાં વધતી વસ્તીને કાબૂમાં લાવી શકાય છે. હિન્દુઓની સુરક્ષા સાથે દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પણ વસ્તી નિયંત્રણ જરૂરી છે. જો સરકાર આ દિશામાં પગલાં ભરે, તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફનો માર્ગ ઝડપી બનશે.