Vadodara: શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 35.43 કરોડના ખર્ચે GPSથી સજ્જ 166 ડૉર ટુ ડૉર ગાડીઓથી કચરાનું કલેક્શન શરૂ

હવે 1200 મકાન દીઠ એક ગાડી રહેશે. 166 પૈકી 7 ગાડીઓ ખાસ કિચન અને ગાર્ડન વેસ્ટ માટે ફાળવવામાં આવી છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 15 Aug 2025 10:35 PM (IST)Updated: Fri 15 Aug 2025 10:35 PM (IST)
vadodara-news-flag-of-166-door-to-door-garbage-collection-car-on-independence-day-586117
HIGHLIGHTS
  • સ્વતંત્રતા પર્વે કચરા કલેક્શનની ગાડીઓને લીલી ઝંડી અપાઈ
  • દર 6 ગાડીઓ પર એક સુપરવાઈઝરની નિમણૂંક રહેશે

Vadodara: વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરમાં સ્વચ્છતા મિશનને વેગ આપવા પૂર્વ વિસ્તારમાં નવા કોન્ટ્રાક્ટ હેઠળ GPS સિસ્ટમથી સજ્જ 166 ‘ડોર ટુ ડોર’ કચરા કલેક્શન ગાડીઓની આજે શરૂઆત કરવામાં આવી. સ્વાતંત્ર્ય દિવસના અવસરે સયાજીબાગ સામે બોન્સાઈ પાર્ક ખાતે મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો. કુલ રૂ. 35.43 કરોડના ખર્ચે આ સેવા શરૂ કરવામાં આવી છે.

ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે અત્યાર સુધી પૂર્વ ઝોનમાં 71 ગાડીઓ કાર્યરત હતી, જ્યારે હવે 1200 મકાન દીઠ એક ગાડીની વ્યવસ્થા થશે. 166 ગાડીઓ પૈકી 7 ગાડીઓ ખાસ કિચન અને ગાર્ડન વેસ્ટ માટે ફાળવાઈ છે. દરેક છ ગાડીઓ પર એક સુપરવાઇઝરની નિમણૂક રહેશે જેથી કોઈ સોસાયટીમાં ગાડી ન પહોંચવાનો પ્રશ્ન ન રહે. આગળ વધીને વધુ 20-25 ગાડીઓ ઉમેરવાનું આયોજન પણ છે.

નાગરિકોને સૂકો અને ભીનો કચરો અલગ પાડવા માટે માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવશે. કોર્પોરેશનનો હેતુ સ્વચ્છતા સુવિધાને વધુ અસરકારક અને સમયસર પહોંચાડવાનો છે.

આ અવસરે રૂ. 4.41 લાખના ખર્ચે ખરીદાયેલા “Cloth Bag Vending Machines” નો પણ શુભારંભ થયો. વડોદરા કોર્પોરેશનના આ પગલાથી પૂર્વ વિસ્તારના ઘન કચરા સંચાલનમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને પર્યાવરણીય સુધારણા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.