મંજુસર પોલીસે સોખડા ગામ ખાતે થી વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન સાથે ચાર આરોપીઓને ઝડપ્યા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ દરમિયાન 9.16 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતાં આ વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયા હતાં.
મંજુસર પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સોખડા ગામે યોગીરાજ સોસાયટીના ગેટ પાસે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 2.66 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના ટીનના જથ્થા સાથે આરોપી શાહિદ મુસ્તકીમ શેખ, વિપુલ વિષ્ણુભાઈ રાજપુત, જયદીપ લાલસીંગભાઇ રાઠવા, પરવેઝ મહમદ શેખની ધરપકડ કરી કુલ્લ 9, 16, 400 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જયારે એક આરોપી ભાવિન પ્રવીણ ભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.