Gujarat News Today Live: હવામાન વિભાગે આજે સવારે 7 વાગ્યે આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યમાં હવામાનની આગાહી જાહેર કરી છે. આ આગાહીમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે આજે સવારે 7 વાગ્યે આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યમાં હવામાનની આગાહી જાહેર કરી છે. આ આગાહીમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં છઠ પૂજા માટે બનાવેલા પાણીના કુંડમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. મહેન્દ્ર નગર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે. ભારે વરસાદને કારણે કુંડમાં પાણી ભરાયું હતું, અને રમતા રમતા બાળક તેમાં ડૂબી ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ પ્રયાસો કર્યા, પરંતુ બાળકને બચાવી શકાયો નહીં. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.