દાહોદઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 1 મસ્જિદ અને 3 દરગાહ તોડવામાં આવી, 4 મંદિરોના દબાણો દૂર કરાયા

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 20 May 2023 02:51 PM (IST)Updated: Sat 20 May 2023 02:51 PM (IST)
one-masjid-and-three-dargahs-were-vandalized-amid-tight-police-presence-in-dahod-133450

લોકલ ડેસ્કઃ દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતી દબાણની કામગીરીના બીજા તબક્કામાં આજે દાહોદ ખાતે સ્ટેશન રોડ ઉપર નેહરુ બાગ પાસે આવેલ નગીના મસ્જિદનું દબાણ હટાવા મામતદાર, સીટી સર્વેની ટીમ સહીત દાહોદ નગરપાલિકાની ટીમો વેહલી સવારે 4.30 કલ્લાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગીના મસ્જિદનું ખાતે પહોંચી હતી અને બુલડોઝર ફેરવી નગીના મસ્જિદનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

દાહોદના લોકો ઊંઘમાંથી ઉઠી બજારમાં આવે તે પેહલાં આ ડીમોલિસનની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ હતી.
મસ્જિદ કમિટીનો દાવો હતો કે, આ જગ્યા એમની છે જેમાં મસ્જિદ બની છે. મસ્જિદ કમિટીના સભ્યો હાઇકોર્ટમાં પણ ગયા હતા. પરંતુ હાઇકોર્ટમાં પણ તેઓ લીગલ પુરાવા રજૂ ના કરી શકતા મસ્જિદ કમિટી ના સભ્યો કોઇ પણ લીગલ દસ્તાવેજો પુરાવા રેવન્યુ ઓફિસમાં કે હાઇકોર્ટમાં રજૂ કરી શક્યા ના હોવાના અભાવે તેઓને હાઇકોર્ટ દ્વારા નકારી કાઢ્વામાં આવ્યા હતા.

દાહોદના રેવેન્યુના સરકારી અધિકારીઓનું કેહવુ છે કે, 1900ની સાલથી અહીં સરકારી વાવેતરની જગ્યા હતી. નગીના મસ્જિદ કમિટીનો દાવો હતો કે મસ્જિદ અમારી છે પણ કેવી રીતે આવ્યા તેના કોઈ લીગલ પુરાવા તેઓ કોઈ પણ સ્થળ ઉપર આપી શક્યા નથી અને જેના કારણે આ દબાણ સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.

દાહોદના સ્ટેશન વિસ્તારમાં જ્યાં મસ્જિદનું દબાણ દૂર કરાયું હતું. તે વિસ્તારમાં ટુ લેયર સિક્યોરિટી રાખી અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મસ્જિદનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ દબાણ હટાવવાની કામગીરીમાં 450 પોલીસ જવાનનો કાફલો સાથે 20 પોલીસ અધિકારીઓ તેમજ દાહોદ SDM એન. બી. રાજપૂત અને ASP બાંગારવા અને ચીફ ઓફિસર વાઘેલા આ આખી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને આ નગીના મસ્જિદનું દબાણ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં દૂર કરવામાં આવ્યું હતું.

આજે દાહોદમાં દબાણમાં કુલ 1 મસ્જિદ, 3 દરગાહ , 4 મંદિર દબાણો દૂર કરવામાં આવતા દાહોદ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું અને સમગ્ર દાહોદમાં તમામ રસ્તાઓ જ્યાં દબાણ દૂર કરાયા હતા. તે રસ્તાઓ પોલીસ દ્વારા બરિકેટિંગ કરી બ્લોક કરી દેવાયા હતા અને વેહલી સવારે 4 વાગ્યાથી દાહોદ બસ સ્ટેશનથી ઉપડતી તમામ બસ ને કલેકટર ઓફિસ વાળા રૂટ ઉપરથી ડાઇવર્ટ કરવામાં આવી છે. એકદમ શાંત વાતાવરણમાં તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.