Ganesh Idol Egg Attack in Vadodara: વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓનો પાણીગેટ વિસ્તારમાં આજે સરઘસ કાઢ્યું હતું.
ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના આરોપમાં ઝડપાયેલા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઘટનાસ્થળે લઈ જવાયા હતા. બંને આરોપીઓના હાથમાં દોરડા બાંધી પોલીસે તેમને પાણીગેટ વિસ્તારની ગલીઓમાં ફેરવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
આરોપીઓએ માંજલપુર વિસ્તારના નિર્મલ ગણેશ યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટના પછી સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરામાં તણાવનું માહોલ સર્જાયો હતો અને પોલીસને પરિસ્થિતિ કાબુમાં લેવા ભારે મથામણ કરવી પડી હતી. ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે આરોપીઓને ઝડપ્યા બાદ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં આવા બનાવથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારાઓને ચેતવણીરૂપ પગલા તરીકે આ સરઘસને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લોકો શાંતિ જાળવે અને કાયદો પોતાના હાથમાં ન લે તેવી અપીલ કરવામાં આવી છે.