Vadodara Ganesh Chaturthi 2025: ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડોદરામાં ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ છે. આ દિવસથી ગણેશ ઉત્સવ 2025ની શરૂઆત થશે. હાલમાં શહેરમાં ગણેશ મંડળો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે તૈયારી કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશની પ્રતિમાઓનું આગમન કરવામાં આવી રહ્યું છે.
ગણેશ મહોત્સવના દસ દિવસના આ તહેવાર દરમિયાન શહેરમાં ઠેર ઠેર અદભૂત ગણેશ પંડાલો શણગારવામાં આવ્યા છે, જે ભક્તોને આકર્ષે છે. જો તમે વડોદરાના ગણેશ ઉત્સવની સાચી ભવ્યતાનો અનુભવ કરવા માંગતા હો, તો અહીં કેટલાક પ્રખ્યાત અને લોકપ્રિય પંડાલોની યાદી આપેલી છે, જેની મુલાકાત લઈને તમે આ મહોત્સવનો સંપૂર્ણ આનંદ માણી શકો છો. આ પંડાલો તેમની ભવ્યતા, કલાત્મકતા અને પરંપરા માટે જાણીતા છે.
વડોદરામાં ગણેશ મહોત્સવ દરમિયાન ટોચના 10 ગણેશ પંડાલ
- માંજલપુરના રાજા (Manjalpur Na Raja)
- લક્ષ્મી વિલાસ પેલેસ (Lakshmi Vilas Palace)
- કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ (Kalupura Sarvajanik Yuvak Mandal) (નવાબજાર)
- ઈચ્છાપૂર્તિ ગણેશ (માંજલપુર)
- વડોદરાના મહારાજા (મનમોહન યુવક મંડળ)
- શ્રી રાજસ્થંભ પરિવાર
- નવયુગ મિત્ર મંડળ (પૌવાવાલાની ગલી)
- પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ
- જુબેલીબાગ કા રાજા (જુબેલીબાગ)
- બ્રધર્સ ગ્રુપ યુવક મંડળ (સુભાનપુરા)
માંજલપુરના રાજા (Manjalpur Na Raja)
વડોદરામાં 'માંજલપુર ના રાજા' લોકપ્રિય ગણેશ મંડળ છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જનકપુરી સોસાયટીમાં યુવા શકિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ' માંજલપુર ના રાજા' ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ (Lakshmi Vilas Palace)
કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ (Kalupura Sarvajanik Yuvak Mandal) (નવાબજાર)
ઈચ્છાપૂર્તિ ગણેશ (માંજલપુર)
વડોદરાના માંજલપુર વિસ્તારમાં, સિંધવાઈ માતા રોડ પર આવેલા વોર્ડ નંબર 17ની બહાર છેલ્લા 17 વર્ષથી ઈચ્છાપૂર્તિ ગણેશજી (Icchapurti Ganesh Vadodara) ની સ્થાપના થતી આવી છે. માન્યતા મુજબ, અહીં વિરાજમાન ગણેશજીના દર્શનમાત્રથી જ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વડોદરાના મહારાજા (મનમોહન યુવક મંડળ)
વર્ષ 1988માં મનમોહન યુવક મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના મહારાજા (Vadodara Na Maharaja) ની સૌપ્રથમ સ્થાપના એક ઘરમાં કરવામાં આવી હતી. તે સમયે શ્રીજીની પ્રતિમા વાસણમાંથી બનાવવામાં આવી હતી. એ સમયથી શરૂ થયેલી આ પરંપરા અને શ્રદ્ધાનો વારસો આજે પણ અટૂટ રહ્યો છે. લોકોનો મહારાજા પ્રત્યેનો અગાધ પ્રેમ, લાગણીભરી માન્યતાઓ અને પૂર્ણ થયેલી અનેક મનોકામનાઓ આ મહોત્સવને વિશેષ બનાવે છે. મહારાજાના દરબારમાં પહોંચતા જ ભક્તોને અનુભવ થાય છે કે મહારાજા સાક્ષાત બિરાજમાન છે.
શ્રી રાજસ્થંભ પરિવાર
શ્રી રાજસ્થંભ પરિવાર વર્ષ 1990થી વડોદરામાં ગણેશજીની સ્થાપના કરે છે. અહીં ડેકોરેશન જોવા લાયક હોય છે.