Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી પર બાપ્પાને લાવતા પહેલા ઘરમાંથી હટાવી દો આ વસ્તુઓ

હિંદુ પંચાંગ મુજબ આ વર્ષે ભાદરવા મહિનાની ચોથ તિથિ 26 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 27 ઓગસ્ટની બપોર સુધી રહેશે. આથી, ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ, 2025 ના રોજ ઉજવવામાં આવશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 20 Aug 2025 04:42 PM (IST)Updated: Wed 20 Aug 2025 04:42 PM (IST)
ganesh-chaturthi-2025-remove-these-items-from-your-house-before-bring-bappa-idol-588752

Ganesh Chaturthi 2025, ગણેશ ચતુર્થી 2025: હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશ જીવનમાં આવતી તમામ બાધાઓને દૂર કરે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથી તિથિએ ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ પર્વ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.

ગણેશ ચતુર્થી ક્યારે છે?

હિંદુ પંચાંગ મુજબ આ વર્ષે ભાદરવા મહિનાની ચોથ તિથિ 26 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 27 ઓગસ્ટની બપોર સુધી રહેશે. આથી, ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ, 2025 ના રોજ ઉજવવામાં આવશે. ભક્તો આ જ દિવસે પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરશે. જ્યારે ગણેશ વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ થશે.

બાપ્પાની સ્થાપના પહેલા શું કરવું

ભગવાન ગણેશની સ્થાપના કરતા પહેલા ઘરમાં કેટલાક જરૂરી કામ કરી લેવા જોઈએ અને કેટલીક વસ્તુઓને હટાવી દેવી શુભ માનવામાં આવે છે.

  • સૌ પ્રથમ ઘરના મંદિરમાં રાખેલી કોઈપણ ખંડિત (તૂટેલી) મૂર્તિઓને હટાવી દો. એવી માન્યતા છે કે આવી મૂર્તિઓને ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા આવે છે.
  • ઘરમાં પડેલી બિનઉપયોગી અને તૂટેલી વસ્તુઓને પણ બહાર કાઢી નાખો. આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
  • જો કોઈ વસ્તુને રિપેર કરાવી શકાય તેમ હોય, તો તેનું સમારકામ કરાવો. નહીંતર બિનઉપયોગી થયેલી વસ્તુને તરત જ ઘરમાંથી કાઢી નાખો.
  • ગણેશ ચતુર્થી પહેલા તમારા પૂજા ઘરને બરાબર સાફ કરી લો. આ સફાઈ કર્યા પછી જ ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.