Gujarat Rain News: ગઇકાલે એટલે કે, તારીખ 29 ઓગસ્ટના રોજ રાજ્યના 129 તાલુકામાં હળવાથી લઇને અત્તિભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6.34 ઇંચ પડ્યો હતો, તેમજ શેહરામાં 5.51 ઇંચ, વાલોદમાં 3.94 ઇંચ, ઉંમરપાડામાં 3.19 ઇંચ નોંધાયો છે.



ગુજરાતનું આજનું હવામાન
30 ઓગસ્ટ 2025ના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, જામનગર, કચ્છ, અમરેલી સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.