Surat: ડાયમંડ ફેક્ટરીમાં રૂ. 32 કરોડની ચોરીનો મામલો, વીમાનો ક્લેમ પાસ કરાવવા ખુદ માલિકે જ કાવતરું ઘડ્યું હોવાનું ખુલ્યું

ફેક્ટરીમાં ચોરી માટે રૂ. 25 લાખમાં કામ સોપ્યું. ચોરીને અંજામ આપવા માટે 29 જુલાઈએ રાતના વૉચમેનને છૂટો કરી દીધો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 20 Aug 2025 06:24 PM (IST)Updated: Wed 20 Aug 2025 07:04 PM (IST)
surat-news-rs-32-crore-diamond-factory-theft-case-kapodra-police-busted-held-4-588842
HIGHLIGHTS
  • ડાયમંડ ફેક્ટરીના માલિક તેના પુત્ર અને ડ્રાઈવર સહિત 4ની અટકાયત
  • રૂ. 25 કરોડનું દેવું થઈ જતાં એજન્ટને બોલાવી વીમાની પૉલિસી રીન્યું કરાવી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડાયમંડ કિંગ અને ડી.કે.સન્સ નામની ડાયમંડ ફેક્ટરીમાં રૂ. 32 કરોડથી વધુની ચોરીની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ફેક્ટરી માલિક દ્વારા જ વીમો પકવવામાં માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ફરીયાદી ફેક્ટરી માલિક અને તેના પુત્ર અને ડ્રાઈવર અને એક ટેમ્પા ડ્રાઈવર સહિત 4 લોકોની અટકાયત કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપૂરવાડી ખાતે આવેલા ડાયમંડ કિંગ તથા ડી.કે. એન્ડ સન્સ નામના હીરાના કારખાનામાં ચોરીની ઘટના બની હોવાની માહિતી મળતા એસીપી, ડીસીપી ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી 49 હજારનું નુકશાન કર્યું હતું. આ ઉપરાંત રફ અને પોલીસ હીરા અને 5 લાખની રોકડ મળી કુલ કુલ 32,53,04,942 ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે કારખાના માલિક દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

પોલીસ તપાસમાં ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. હકીકતમાં અહિયાં ચોરી થઈ જ નથી, દેવું થઈ જતા માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ વીમો પકવવા માટે આ કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનામાં પોલીસે દેવેન્દ્ર કુમાર ચૌધરી તેના પુત્ર ઇશાન દેવેન્દ્ર કુમાર ચૌધરી, ડ્રાઈવર વિકાસ ધુકલારામ પ્રતાપરામ બિશ્નોઈ અને ટેમ્પો ડ્રાઈવર રામજીવન ગંગારામ બિશ્નોઈની અટકાયત કરી છે.

પોલીસે રોકડા રૂપિયા 2.50 લાખ, 4 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલો ટેમ્પો તથા ગેસ સીલીન્ડર કટર વગેરે મુદામાલ જપ્ત કર્યો છે.

રૂ. 25 કરોડનું દેવું થઈ જતાં કાવતરું ઘડ્યું
પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમ્યાન ફરીયાદી હાલ આશરે 25 કરોડનો દેવાદાર બનેલો હોવાની વિગતો સામે આવી હતી જેમાં 10 કરોડ અલગ અલગ લોકોની ઉધારી છે તેમજ 13 કરોડની બેંકની લોન જેમાં મોર્ગેજ/ઓવરડ્યુ વિગેરે તેમજ અલગ અલગ હીરાની પાર્ટીઓના પેમેન્ટ બાકી હોવાની વિગત સામે આવી હતી. લેણું ભરવાનો સમય વીતી ગયો હોય અને ઉઘરાણી થતી હોય અને વાયદાઓ આપવા પડતા હોવાથી લેણું પૂરું કરવા માટે આ કાવતરું ઘડ્યું હતું.

વધુમાં ફરીયાદીનો વીમો આવતી 22/08/2025ના રોજ પૂર્ણ થવાનો હોવા છતાં પ્રથમ વીમા એજન્ટ સાગરભાઈને પોલીસી રીન્યુ કરાવવા બોલાવ્યા હતા. જેની પાસેથી બધી હકીકત જાણી કેવી રીતે વીમો પાકે તે બાબતે મનોમંથન કર્યું હતું

ફરીયાદીએ ચોરીના ગુનાના કાવતરાને અંજામ આપવા માટે પોતાના ડ્રાયવર વિકાસ ધુકલારામ બિશ્નોઈ મારફતે તેના પરિચિત હનુમાનરામ છોગારામ બિશ્નોઈને આશરે 15 દિવસ પહેલા સુરત બોલાવ્યો હતો અને પોતાના શેઠ ફરિયાદી સાથે મુલાકાત કરાવી હતી અને ખાતામાં ક્યાં-ક્યાં CCTV કેમેરા તથા DVR લાગેલા છે તે બતાવ્યા હતા અને ફરિયાદીના ખાતામાં ચોરી થઇ છે તેવો બનાવ ઉભો કરવાની યોજના બનાવી હતી જેના અવેજમાં ફરિયાદીએ 20 લાખ આપવાનું નક્કી કર્યું હતું અને આ ચોરીના કાવતરામાં ફરીયાદીનો ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ પ્રથમથી જ સામેલ હોય અને તે પોલીસની પૂછપરછમાં ગુનો કબુલ કરી ના લે તે માટે પોતાના ડ્રાઈવરને દુબઈ મોકલી દેવા માટે ગતરોજ 19/08/2025ની અમદાવાદથી દુબઈ ખાતેની પ્લેનની ટિકિટ પણ કઢાવી આપી હતી.

વધુમાં આરોપી હનુમાનરામ છોગારામ બિસ્નોઈએ કાવતરાના ભાગરૂપે ગત 16 ઓગસ્ટના રોજ તેના ઓળખીતા મહારાષ્ટ્રના ત્રણ માણસોને સુરત ખાતે મોકલ્યા હતા. જેઓએ બે દિવસ ફરિયાદીના ખાતાના તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તિજોરી ના તૂટતા હનુમાનરામ છોગારામ બિશ્નોઈએ પોતાના જાણીતા ભગીરથ ઘનરામ બિશ્નોઈ જે સ્ટીલની વસ્તુ બનાવવાનું કારખાનું ચલાવે છે, તેનો તિજોરી તોડવા માટે સંપર્ક કર્યો હતો.

ભગીરથ ધનરામ બિશ્નોઈએ પોતાના મિત્ર રામજીવન ગંગારામ બિશ્નોઈ સાથે મળીને 17 ઓગસ્ટના રોજ રાત્રે ફરિયાદીના ખાતે જઈ ગેસ કટર વડે તિજોરી તોડી ચોરી થઇ છે તેઓ બનાવ ઉભો કરી ઓક્સીજન તથા ગેસના બાટલા પરત લઇ ગયા હતા

કારખાના બહાર થાય તો 2 કરોડ કારખાનમાં લૂંટ/ચોરી થાય તો 25 કરોડ નો વીમો પાકે તેવી હકિકત જાણી અને વીમો ચાલુ હોવા છતા રિન્યુ પોલીસીનુ રૂ 3,82,556/- રુપીયાનું પ્રીમીયમ 12 ઓગસ્ટના રોજ ભરેલ જે રિન્યુ પોલીસી હાલ અંડર પ્રોશેસ છે.

પ્રથમ નેપાલી-વોચમેન કે જે ડે-નાઇટ હોય જેથી તેને 29 જુલાઈના રોજ છૂટો કર્યો દિવસનો ખાલી વોચમેન રાખ્યો.

તિજોરી કાપી શકે તેવી ગેંગની તપાસ શરુ કરી

ફરીયાદીનો ડ્રાઇવર વિકાસ બિશ્નોઇને વાત કરી ડ્રાઇવર વિકાસે તેના ઓળખીતા માણસોની ગેંગ છે તેમ જણાવ્યું. જેનું નામ ઠામ એકબીજાને ન જણાવવા કહ્યું અને આ કામ કુલ રૂ.25 લાખમાં નક્કી કર્યું હતું અને કારખાને રાત્રીના કોઇ રહેવુ ન જોઇએ તેવી શરત રાખી હતી.

કારખાનામાં પ્રવેશ કરવા મુખ્ય ગેટના લોકની એક્સ્ટ્રા ચાવીઓ બનાવડાવી ફરીયાદીએ તેના ડ્રાઇવરને આપેલ જેઓએ તેણે હાઇર કરેલ માણસોને આપેલ હતી. અને કામ 16-17 બે દિવસ રજા હોય ત્યારે કરવાનુ કામ સોપાયેલ હતુ.

ફરીયાદીએ તીજોરીમાં હીરાનો માલની જગ્યાએ હીરા ઘસવા શીખમાં માટે વપરાતા કાચ, સફેદ કાકરીઓ સીવીડી વિગેરે કચરો તિજોરીમાં મૂકી તથા રૂપિયા 5 લાખ રોકડા તિજોરીમા મુક્યા હતા

વિકાસ અગાઉ ગેંગના એક હનુમાન નામના માણસને રેકી કરવા ફરીયાદીના કારખાને લાવ્યો ત્યા ફરીયાદીએ ક્યુ લોકર તોડવુ બિલ્ડીંગમા કેવી રીતે આવવુ ક્યા-ક્યા સીસીટીવી કેમેરા છે તેનુ સર્વર રૂમ તેમા ક્યુ ડીવીઆર કાઢી જવુ તે તમામ માહિતિ તેને આપી હતી

ફરીયાદી તથા તેનો ડ્રાઇવર વિકાસ બન્ને તા.9/9/2025 ના રોજ રાજસ્થાન ગયા હતા તે દરમ્યાન રસ્તામાં સાચોર ખાતે વિકાસે તેની પાસેની ચાવીઓ કામ સોપેલા માણસોને આપી અને ફરીયાદી અને વિકાસ તા.17/08/2025નારોજ રાજસ્થાથી નિકળી રાત્રે 10 વાગ્યે સુરત ખાતે ઘરે પહોંચ્યો અને અંકલેશ્વરથી વિકાસ પરત રાજસ્થાન બસમા બેસી ચાલ્યો ગયો હતો

ફરીયાદી તેનો ડ્રાઇવર વિકાસ અને તેણે હાયર કરેલ માણસો મેસેજમા એક બીજાના સંપર્કમા હતા જે મેસેજો ફરીયાદીએ ડીલીટ મારી દીધા છે.

ચોરી થઇ છે તેવુ ઉભુ કરેલા કાવતરામાં વપરાયેલા તમામ સાધનોની સગવડ હનુમાન બિશ્નોઇ અને તેના માણસો ભગીરથ, રામજીવન તેમજ અન્ય ત્રણ આરોપીઓએ કરી છે.

ફરીયાદી સાથે તેનો ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ ચોરીના ગુનાને અંજામ આપવાના કાવતરામાં પ્રથમથી જ સામેલ હોય પોલીસ પૂછપરછમાં તે આ ગુનો કબુલી ના લે તે માટે ડ્રાઈવર વિકાસને દુબઈની પ્લેનની ટીકીટ અપાવેલી હતી અને તે દુબઈ નાસી જાય તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો હતો

આમ ફરીયાદીએ તેના દીકરા તથા ડ્રાઈવર વિકાસ બિસ્નોઈ સાથે હાયર કરેલા અન્ય 6 ઈસમો સાથે પૂર્વ આયોજિત કાવતરું ઘડી વીમો પકવવા વીમા કંપની સાથે ઠગાઈ કરવાના ઈરાદે કરોડોના હીરા ચોરી થયેલાની ખોટી હક્કિત જાહેર કરી હતી અને વિમાનો કલેઈમ મેળવવા માટે ખોટી ફરિયાદ આપી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી ઈન્સ્યોરન્સ કલેઈમ કરવાની કોશિશ કરી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી હનુમાનરામ છોગારામ બિશ્નોઈ, ભગીરથ ધનારામ બિશ્નોઈ તથા આનંદ લક્ષ્મણ નીમ્બલાકર તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.