Sarthana Nature Park Timings, Ticket Price: સુરતમાં રજામાં જો તમે બાળકોને ફરવા લઈ જવાનું વિચારી રહ્યા હોય તો આ આર્ટિકલ તમારા કામનો છે. સુરતના સરથાણામાં આવેલા નેચર પાર્ક વિશે આજે અમે વિસ્તારથી અહીં વાત કરીશું. અહીં. ફરવાની બાળકોને મજા પડી જશે. વળી સમય ક્યા જતો રહેશે તે પણ તમને ખ્યાન નહીં આવે. આવો નેચર પાર્ક સરથાણાની ફી, સમય અને ક્યારે બંધ હોય છે તેની વાત કરીએ.
સરનામું: નેચર પાર્ક, સરથાણા જકાતનાકા, નાના વરાછા, સુરત.

સમય: સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી. દર સોમવારે બંધ હોય છે.
કોન્ટેક્ટ નંબર: +91-6359905032, +91-6359905033.
ટિકિટનો ભાવ શું હોય છે?
ત્રણ વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં પ્રવશે. 3થી 12 વર્ષના બાળકો માટે 20 રૂપિયા પ્રવેશ ફી. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 30 રૂપિયા ફી. 65 વર્ષથી ઉપરના લોકો માટે પણ 20 રૂપિયા ફી છે.
વિદેશી બાળકો માટે 100 રૂપિયા અને વિદેશી વયસ્કો માટે 200 રૂપિયા ફી છે.

બાળકો સાથે જઈ રહ્યા છો તો સરસ મજાનો સૂકો નાસ્તો અને ઠંડુ પાણી લઈ જવાનું ના ભૂલશો. કારણ કે અંદર ચાલવાનું ઘણું છે જેથી થોડા અંતરે તમે થોડો રેસ્ટ કરી નાસ્તા-પાણી પણ કરી શકો છો.
આકર્ષણના સ્થળોની વાત કરીએ તો બહુ બધા આકર્ષણ આ નેચર પાર્કમાં છે. ખાસ કરીને બાળકોને સિંહ અને વાઘ જોવાની મજા પડશે. વળી હરણ, કાચબા, મગર જોઈને તો બાળકો કૂદી પડશે.