Best Places To Visit In September In India: સપ્ટેમ્બર મહિનો 10 દિવસ બાદ શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યો છો, તો અમે આજે તમને દેશના કેટલાક અદ્ભુત અને મોહક સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં તમે સપ્ટેમ્બર મહિનામાં ફરવા જઈ શકો છો.
સપ્ટેમ્બર મહિનામાં લગભગ વરસાદની મોસમ પૂર્ણ થઈ ગઈ હોય છે. આ મહિનામાં વધુ પડતી ગરમી પડતી નથી અને વાતાવરણ પણ ચારે બાજુ ખુશનુમા હોય છે.
ધર્મશાળા (Dharamshala)

- હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાનો વિચાર છે તો ધર્મશાલા પહોંચી જાઓ.
- દરિયાની સપાટીથી લગભગ 4 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત ધર્મશાલા હિમાચલના ટોચના સ્થળોમાંનું એક છે.
- વાદળોથી ઢંકાયેલા ઊંચા પર્વતો, ગાઢ જંગલો, મોટા પાઈન વૃક્ષો અને તળાવો અને ધોધ ધર્મશાલાની સુંદરતામાં વધારો કરે છે.
- અહીં ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમ, વોર મેમોરિયલ અને ટી ગાર્ડનનું એક્સપ્લોર કરી શકાય છે.
- ધર્મશાળાથી થોડે દૂર સ્થિત ભગસુ ધોધ, નમગ્યાલ મઠ, દાલ સરોવર અને ત્રિયુંડ જેવા સ્થળોને એક્સપ્લોર કરી શકાય છે.
આ પણ વાંચો - Monkeypox: 'મંકીપોક્સ' ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર, જાણો તેના લક્ષણો
મસૂરી (Mussoorie, Queen Of Hills)

- સપ્ટેમ્બર મહિનામાં ઉત્તરાખંડ જવાનું વિચારી રહ્યા છો, તો મસૂરી બેસ્ટ પ્લેસ છે.
- હિલ્સની રાણી તરીકે ફેમસ મસૂરી ઉત્તરાખંડનું સૌથી સુંદર અને લોકપ્રિય હિલ સ્ટેશન માનવામાં આવે છે.
- મસૂરી પ્રકૃતિ પ્રેમીઓ અને એક્ટિવિટી લવર્સ માટે બેસ્ટ પ્લેસ માનવામાં આવે છે.
- અહીં વાદળોથી ઢંકાયેલા ઊંચા પર્વતો, ગાઢ જંગલો અને તળાવો અને ધોધની વચ્ચે યાદગાર સમય પસાર કરી શકાય છે.
- મસૂરીમાં કેમ્પ્ટી ફોલ્સ, સ્નો વ્યુ પોઈન્ટ, કંપની ગાર્ડન અને મોલ રોડ જેવા અદ્ભુત સ્થળો એક્સપ્લોર કરી શકાય છે.
- અહીં ટ્રેકિંગ અને હાઇકિંગ પણ કરી શકાય છે.
કાલિમપોંગ (Kalimpong)

- જો તમે નોર્થ ઈસ્ટ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો કાલિમપોંગ અદ્ભુત એક સ્થળ છે.
- પશ્ચિમ બંગાળમાં સ્થિત કાલિમપોંગ ઉત્તર પૂર્વનું એક સુંદર અને આકર્ષક હિલ સ્ટેશન માનવામાં આવે છે.
- કાલિમપોંગની સુંદર ખીણોમાંથી માઉન્ટ કંચનજંગા, ભૂતાન હિમાલય અને માઉન્ટ એવરેસ્ટની સુંદરતા પણ જોઈ શકાય છે.
ઉદયપુર (Udaipur, Jhilon Ki Nagari)

- રાજસ્થાનના ઉદયપુરમાં હજારો દેશી અને વિદેશી પ્રવાસીઓ આવે છે.
- ઉદયપુરને ઝીલોને નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ચોમાસા પછી અહીંના સરોવરો ભરાઈ જાય છે, જેના કારણે આસપાસના મહેલો અને ફોર્ટની સુંદરતા જોવા લાયક હોય છે.
- ઉદયપુરમાં પિચોલા લેક, સિટી પેલેસ, સજ્જન ગઢ પેલેસ, ફતેહ સાગર લેક અને વિન્ટેજ કાર મ્યુઝિયમ જેવા અદ્ભુત સ્થળો એક્સપ્લોર કરી શકાય છે.
આ સ્થળોનું પણ એક્સપ્લોર કરો

દેશમાં સપ્ટેમ્બર મહિનામાં ફરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ અને સોનમર્ગ, દક્ષિણ ભારતમાં મુન્નાર, વાયનાડ, કુર્ગ અને કોડાઇકેનાલ જઈ શકાય છે. પશ્ચિમ ભારતમાં દ્વારકા, સોમનાથ અને પોરબંદર જેવા સ્થળો પણ એક્સપ્લોર કરી શકાય છે.
Image@eliteescape.in,night_puma_07/instagram