Surat News: સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે થઈ છે. જેને પગલે માંગરોળના શેઠી ગામે આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. શેઠી - વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થયો હતો. એક ગામથી બીજા ગામ જવા માટે લાંબો ફેરાવો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. ગઈ કાલે ઉમરપાડાતાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની ભારે આવક થઇ છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ, એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સુરત જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગતરોજ ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં જ 7 ઇંચ વરસાદ વરસ્યો હતો બીજી તરફ કીમ નદીમાં પાણીની આવક થતા હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે માંગરોળના શેઠી ગામે આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. શેઠી - વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થયો હતો. એક ગામથી બીજા ગામ જવા માટે લાંબો ફેરાવો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક સંજયસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે આ લો લેવલ પુલ છે. અગાઉ ગામ લોકોએ માંગણી કરી હતી અને પુલ બની ગયો હતો પરંતુ હજુ થોડો પુલ ઉચો થઇ જાય તો અહીંથી માંડવી, બારડોલી, કામરેજ જવા માટે અને નોકરિયાત અને સ્કુલ જતા બાળકોને પણ રાહત થઇ જાય. અહિયાં આવવા માટે ૫ કિલોમીટરનો સીધો રોડ છે તેની જગ્યાએ ૨૫ કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં વરસાદ
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 10 મીમી, માંડવીમાં 40 મીમી, કામરેજમાં 6 મીમી, સુરત શહેરમાં 13 મીમી, ચોરાસીમાં 10 મીમી, પલસાણામાં 9 મીમી, બારડોલીમાં 43 મીમી અને મહુવામાં 38 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે શું આગાહી કરી
જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ, એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. આજે સુરત, તાપી અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.