Diamond Ram Temple: સુરતના વેપારીએ રામ મંદિરની થીમ પર બનાવ્યો ડાયમંડ નેકલેસ, 5 હજાર હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ કર્યો; જુઓ વીડિયો

નેકલેસની સાથે ભગવાન રામની સાથે સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિ પણ બનાવી છે. આ વેપારીએ આ ત્રણ મૂર્તિઓની સાથેજ ભગવાન હનુમાનની મૂર્તિ પણ લગાવી છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 18 Dec 2023 11:44 PM (IST)Updated: Tue 19 Dec 2023 11:24 AM (IST)
diamond-necklace-made-on-the-theme-of-ram-temple-by-a-diamond-merchant-using-5-thousand-diamonds-and-2-kg-of-silver-watch-the-video-251907

Diamond Ram Temple: આગામી વર્ષે 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાશે. રામ મંદિરને લઈને આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. આ દરમિયાન ગુજરાતના સુરતમાં રહેતા એક હીરા વેપારીએ હીરા અને ચાંદીમાંથી રામ મંદિર થીમ પર એક ડિઝાઈનર નેકલેસ તૈયાર કર્યો છે. રામ મંદિરની થીમ પર બનેલી આ ડિઝાઈન નેકલેસમાં હીરાની સાથે ચાંદીનો ઉપયોગ કરાયો છે. રામ મંદિરની થીમ પર બનાવવામાં આવેલી હીરા જડિત આ ડીઝાઈન ઘણી જ મોહક અને સુંદર છે. નેકલેસનો વીડિયો સામે આવ્યો છે, સાથે જ જોઈએ નેકલેસની ખાસિયત.

5 હજાર હીરા અને 2 કિલો ચાંદી
સુરતના ડાયમંડના વેપારીએ રામ મંદિરને લઈને પોતાની શ્રદ્ધા પ્રગટ કરી છે. તેમણે હીરા અને ચાંદીની એક ડિઝાઈન બનાવી છે. રામ મંદિર થીમની આ ડિઝાઈનને બનાવવા માટે 5 હજાર હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ કરાયો છે. હીરા વેપારીએ જણાવ્યું કે- આ ડિઝાઈનને 40 કારીગરોએ મળીને 35 દિવસમાં પૂરી કરી છે. આ નેકલેસનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિ પણ
આ નેકલેસને રામ મંદિર થીમ પર તૈયાર કરાયો છે. નેકલેસમાં ભગવાન રામની સાથે સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિ પણ બનાવી છે. આ વેપારીએ આ ત્રણ મૂર્તિઓની સાથેજ ભગવાન હનુમાનની મૂર્તિ પણ લગાવી છે. આ ચાર મૂર્તિઓની સાથે જ રામ મંદિર થીમના નેકલેસની આસપાસ બારાસિંગાની આકૃતિ પણ બનાવી છે.

અયોધ્યામાં રામ મંદિરનું કામ હવે અંતિમ તબક્કામાં છે. છેલ્લાં ઘણાં મહિનાથી ચાલતું મંદિર પરિસરનું કામ હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. 22 જાન્યુઆરીએ એક ભવ્ય આયોજન કરવામાં આવશે. આ દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેણે લઈને આખા દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે રેલવેએ સ્પેશિયલ વ્યવસ્થા કરી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા માટે દેશભરમાંથી અનેક ટ્રેન ચલાવવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.