Rajkot to Nathdwara Volvo: રાજકોટથી વાયા અમદાવાદ નાથદ્વારા વોલ્વો શરુ, જુઓ ભાડું અને ટાઈમ ટેબલ

GSRTC: રાજકોટ થી વાયા અમદાવાદ નાથદ્વારા વોલ્વો શરુ કરવામાં આવી છે, જુઓ તેનું ભાડું અને ટાઈમ ટેબલ શું છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 17 Dec 2024 10:14 AM (IST)Updated: Tue 17 Dec 2024 10:14 AM (IST)
volvo-service-starts-from-rajkot-to-nathdwara-via-ahmedabad-see-fare-and-time-table-446277
HIGHLIGHTS
  • રાજકોટથી વાયા અમદાવાદ નાથદ્વારા વોલ્વો શરુ
  • રાજકોટ બસપોર્ટથી દરરોજ સાંજે 4.30 કલાકે ઉપડશે

Rajkot to Nathdwara Volvo Time Table: રાજકોટથી વાયા અમદાવાદ નાથદ્વારા જવા માટે પ્રથમ વખત STની વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના એસટી નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને નવી 5 વોલ્વો બસ ફાળવવામાં આવી છે. જે ભુજ અને નાથદ્વારા રૂટ પર દોડાવવામાં આવશે.

રાજકોટથી વાયા અમદાવાદ નાથદ્વારા વોલ્વો શરુ

રાજકોટથી શરૂ થયેલી નાથદ્વારાની વોલ્વો રાજકોટ બસપોર્ટથી દરરોજ સાંજે 4.30 કલાકે ઉપડશે અને અંદાજે 12 કલાકમાં નાથદ્વારા પહોંચાડશે. રાજકોટથી નાથદ્વારા વોલ્વોનું ભાડું રૂપિયા 1371 રાખવામાં આવ્યું છે. જ્યારે બાકીની વોલ્વો ભુજ રૂટ પર દોડાવવામાં આવશે જેનું ભાડું રૂપિયા 634 રાખવામાં આવ્યું છે. રાજકોટથી ભુજ જવા વોલ્વો દરરોજ સવારે 6:00 કલાકે, બપોરે 12:30 કલાકે અને સાંજે 5:30 કલાકે રાજકોટ બસપોર્ટથી ઉપડશે. આ બસ વાયા મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદેપુર થઈને જશે.

સુવિધા વિશે જાણો

યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વોલ્વોમાં ફાયર સેફટી, સ્પ્રિંકલ સિસ્ટમ, સ્મોક ડિટેક્શન એલાર્મ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 47 સીટિંગ કેપેસિટી, 2 બાય 2ની લેધર અને આરામદાયક પુશ બેક સીટ, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયર સેફ્ટી માટે અદ્યતન સ્પ્રિન્કલ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર અલાર્મ, LED ટીવી, એક્ઝોસ્ટ ફેન સાથેના
2 હેચ (મુવેબલ ), ઈમરજન્સી એક્ઝિટ ડોરની સુવિધા યાત્રિકોને મળશે.