Vijay Rupani: અમદાવાદમાં 12 જૂનના રોજ અમદાવાદ થી લંડન જઇ રહેલું વિમાન ક્રેશ થયું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 250થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન વિજયભાઇના પુત્ર અમેરિકાથી તેમના પિતાની અંતિમયાત્રા માટે પહેલા અમદાવાદ સિવિલ ખાતે અને બાદમાં રાજકોટ આવ્યા હતા. આ અહેવાલમાં અમે તમને ઋષભ રુપાણીના કરિયર અને તેમના લગ્નજીવન વિશે માહિતી આપીશું.
ઋષભ રુપાણી વિશે જાણો
ઋષભ રૂપાણી અને અદિતિ માંડવીયા 2014 થી જ એકબીજાના પ્રેમમાં ઓળઘોળ હતા. વર્ષ 2007 થી 2013 દરમિયાન ઋષભ રૂપાણી અને અદિતિ માંડવીયા ધોળકિયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. 2014 માં કોલેજ સમયે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ઋષભ રૂપાણીએ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે અદિતિએ એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
આ પણ વાંચો


માસ્ટર ડિગ્રી મેળવવા માટે ઋષભ રૂપાણી અમેરિકા ગયા હતા. જ્યારે કે અદિતિએ વેલ્લોરમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો. બંને વચ્ચે ચાર વર્ષ જેટલી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ પણ રહી હતી. તેમ છતાં બંનેના પ્રેમમાં ક્યારેય પણ ઓટ આવી નથી. ઋષભ રૂપાણી જ્યારે પણ વર્ષમાં ભારત આવતા હતા ત્યારે બંને અચૂક મળતા હતા.


આઠ વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા
17 એપ્રિલ 2022 ના રોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નાના દિકરા ઋષભ રૂપાણીના લગ્ન અદિતિ માંડવીયા સાથે થયા હતા. ત્યારે આ લગ્ન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી આરસી ફળદુ સહિતના અનેક રાજકીય તેમજ ઔદ્યોગિક જગતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. રૂપાણી પરિવારને ત્યાં લગ્ન સમારોહની શરૂઆત 15 મી તારીખથી શરૂ થઈ હતી. લગ્ન સમારોહ રાજકોટમાં યોજાયો હતો.


બંનેની લવ સ્ટોરી પ્રેરણારુપ
નવ દંપતી વચ્ચે અનેક માન્યતા રહેલી છે. ઋષભ અને અદિતિ બંનેને વાંચનનો તેમજ ફરવા તેમજ ટ્રેકિંગનો શોખ જોવા મળે છે. ઘણી વખત બંને ટ્રેકિંગમાં પણ સાથે જોવા મળ્યા હતા. ઋષભ રૂપાણી અને અદિતિ માંડવીયાની લવ સ્ટોરી આજના યુવાનો માટે ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. ઋષભ અને અદિતિ આઠ વર્ષ સુધી પ્રેમમાં રહ્યા હતા અને ત્યારબાદ લગ્નગ્રંથિથી એકબીજાની સાથે જોડાયા હતા.