Parshottam Rupala Controversy: રાજવી માંધાતાસિંહનું નિવેદન, કહ્યુંઃ "ક્ષત્રિય સમાજ અને ભાજપનું સુખમય સમાધાન થાય એવી વિનંતી કરૂ છું"

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 09 Apr 2024 11:14 AM (IST)Updated: Tue 09 Apr 2024 11:37 AM (IST)
rajkot-royal-mandhatasinh-jadeja-urges-peaceful-resolution-between-kshatriya-community-and-bjp-amidst-parshottam-rupala-controversy-311630

Parshottam Rupala News: રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદ નિવેદન અંગે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, "પરષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન કરાયું છે તેનાથી હું બહુ દુખી થયો હતો. પરંતુ આમરા સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીદેવસિંહ ઝાલા સહિતનાઓએ પણ આ અંગે વાત કરી હતી. પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે. જાહેર હિતમાં હું ક્ષત્રિય સમાજ અને ભાજપનું સુખમય સમાધાન આવે તે બાબતે વિનંતી કરૂ છું."

તેઓએ જણાવ્યું હતું કે, "ક્ષત્રિય સમાજની બહેનોએ જાહેરમાં વિરોધ કરવો પડે તે બાબતનું રંજ છે. રેલી સ્વરૂપે, આવેદન આપી ક્ષત્રિય સમાજ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જાહેર હિતમાં હું ક્ષત્રિય સમાજ અને ભાજપને સુખમય સમાધાન આવે તે બાબતે વિનંતી કરૂ છું.જોહર વિષયક વિચાર દૂર કરવા રાજકોટના રાજવીની વિનાંતી કરું છું."

તેઓએ જણાવ્યું હતું કે, "સમાજના આગેવાનો અને કમિટીના સભ્યો તો મને કહે છે તો સરકાર અને સમાજ વચ્ચે હું તેમનો મધ્યસ્થ બનીશ. કઈ રીતે આનો અંત આવે તેઓ પ્રયાસ કરીશ. સમાજના આગેવાનો અને ક્ષત્રીય સમજના કમિટીના સભ્યો સરકાર સાથે વધુ એક વખત બેઠક કરવી અને બેઠકમાં આમનો કોઈ નિરાકરણ આવે."

માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "ગુજરાત સરકાર દ્વારા મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે.મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઈન્ડીયા બની રહી છે.એકતાનગર ખાતે જમીનની ફાળવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. 10,000 સ્ક્વેર મીટરમાં મ્યુઝિયમ બની રહ્યું છે. 263 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે. 2026માં મ્યુઝિયમ બનીને તૈયાર થઈ જશે. રાજાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કયા પ્રકારનો પત્ર વ્યવહાર થયો તે પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. જે તે સમયે રાજ્ય પ્રજાને કયા પ્રકારની સુખ સુવિધા આપતી હતી .તે અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. "