Rajakot:રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા એ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઇ રાજ્યભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. અને બીજી બાજુ પરસોતમ રૂપાલા દ્વારા આગામી 16 એપ્રિલના રોજ તેઓ પોતાનો ઉમેદવારી ફોર્મ ભરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ બધાને વિવાદમાં ક્ષત્રિય સમાજના નેતાઓ સક્રિય છે, ઉપલેટાના ગધેથડ આશ્રમે ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,હકુભા જાડેજા સહિતના નેતાઓ પહોંચ્યા છે.લલબાપુ સાથે સૂચક મુલાકાત થયો હોવાનું સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં પુરુષોત્તમ રૂપાલા પણ ગયા હતા અને બેઠક પૂર્ણ કર્યા બાદ સીધા જ પરષોત્તમ રૂપાલા પણ ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુ.ના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા. પરંતુ તે છતાં પણ આ વિવાદનો અંત હજી સુધી આવ્યો નથી અને સતત વિવાદ વધે રહ્યો છે. ત્યારે ભાજપના દિગજ નેતાઓ હવે ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુને મુલાકાતે પહોંચ્યા હતા.
આ મુલાકાત એક સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે. કારણ કે લાલબાપુને ક્ષત્રીય સમાજ મોટા પ્રમાણમાં માને છે ત્યારે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે લાલબાપુ તરફથી આ વિવાદનો અંત લાવવામાં આવે છે કે પછી શું તે હવે આગામી દિવસોમાં જોવાનો રહેશે.