રાજકોટમાં પતિ-પત્ની ઔર વોનો ચોંકાવનારો કિસ્સોઃ મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપાયેલા પતિએ પત્નીને ઢીબી નાંખી

પોલીસ શોધી રહી હોવાથી હું બહારગામ જઉ છું, કહીને પત્નીને તેના પિયર મૂકીને પતિ મહિલા મિત્રના ઘરે પહોંચી ગયો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 24 Jul 2025 10:49 PM (IST)Updated: Thu 24 Jul 2025 10:49 PM (IST)
rajkot-news-wife-caught-husband-with-girlfriend-in-munjaka-area-572711
HIGHLIGHTS
  • સાસુએ જમાઈ અને તેની મહિલા મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
  • પત્નીને પતિની હીલચાલ પર શંકા જતાં પીછો કરીને રંગેહાથ પકડ્યો

Rajkot: રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિ પોતાની પત્ની અને પુત્રને સાસરીમાં મૂકી બહારગામ જવાનું કહીને રવાના થયો હતો. જો કે તેની પત્નીને શંકા જતાં તેણે માતા સાથે મળીને તપાસ કરતાં પતિ તેની મહિલા મિત્ર સાથે રૂમમાંથી ઝડપાઈ ગયો હતો. આ ભાંડો ફૂટતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની સાથે ઝપાઝપી પણ કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાધુ વાસવાણી રોડ પરના વિસ્તારમાં રહેતા રંજનબેન નામના મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પુત્રીએ બે વર્ષ પહેલાં ઉમંગ નામના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર પણ છે.

રંજનબેને વધુમાં જણાવ્યું કે, ગત તારીખ 18મી જુલાઈએ રાત્રે મારા જમાઈ ઉમંગ મારી પુત્રી અને પુત્રને મારા ઘરે મૂકી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ તેમને શોધી રહી છે અને તેઓ બહારગામ જઈ રહ્યા છે.

જોકે આજે રંજનબેનની પુત્રીને પોતાના પતિની ગતિવિધિઓ પર શંકા ગઈ હતી. તેણે પોતાની માતા, રંજનબેન સાથે મળીને ઉમંગની મહિલા મિત્રના ઘરે તપાસ કરી હતી. જ્યાંથી ઉમંગ અને તેની મહિલા મિત્ર બંને રૂમમાંથી મળી આવ્યા હતા. પોતાના પતિને અન્ય મહિલા સાથે જોઈને પત્ની ચોંકી ઉઠી હતી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ઉમંગે પોતાની પત્ની સાથે ઝપાઝપી પણ કરી હતી.