Rajkot: આજે રાજકોટમાં વહેલી સવારથી જ મકરસંક્રાંતિના પર્વની રાજકોટવાસીઓ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ શહેરીજનો પોતાના પરિવારજનો અને મિત્રો સાથે પતંગ ચગાવવા માટે ધાબે ચડી ગયા હતા. આ સાથે જ રાજકોટવાસીઓ દ્વારા 'જયશ્રીરામ' ના નારા તેમજ 'શ્રી રામ ભગવાનના ગીતો પર ઝૂમીને પતંગોના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સામાન્ય શહેરીજનો ઉપરાંત IAS અને IPS અધિકારીઓએ પણ પોતાના પરિવારજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, DDO દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદકુમાર પટેલ, SP જયપાલસિંહ રાઠોડ, ક્રાઈમ બ્રાન્ચ DCP પાર્થરાજસિંહ ગોહિલ, DCP સજ્જનસિંહ પરમાર, DCP સુધીરકુમાર દેસાઈ અને ACP સહિતના અધિકારીઓએ પરિવારજનો અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

આજના દિવસે ધાબા પર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ થઈ રહેલા અનિમલ ફિલ્મના 'જમાલકુડુ' અને ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીના ગીત 'ગોતીલો' પર શહેરીજનો ડાન્સ કરતાં નજરે ચડ્યા હતા.


ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.