Rajkot: રાજકોટ શહેરમાં નામચીન અને કુખ્યાત ગણાતા અને બજરંગવાડીમાં રહેતા યાકુબ મોટાણીનાં પત્ની અને પુત્રએ ફરી લખણ ઝળકાવ્યા છે. ગઇકાલે પોલીસની ફરજમા રુકાવટ કરતા યાકુબ મોટાણીનાં પુત્રની ધરપકડ કરવામા આવી હતી.
પોલીસની પુછપરછમાં જાણવા મળ્યુ કે, આરોપી પોતાનાં વિસ્તારમાં અને મિત્રો પાસે રોફ જમાવવા માટે પિસ્તોલ સાથે રાખી ફરતો હતો. હાલ આ પિસ્તોલ તેમનાં માતા અને તેમણે તેમનાં સબંધીનાં ઘરે બજરંગવાડીમાં રાખ્યા હોવાની જાણ થતા પોલીસે પંચોને સાથે રાખી બજરંગવાડીમા મોમીન સોસાયટીમાં રહેતા સબંધીને ત્યા તપાસ કરતાં ત્યાથી એક દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી મહિલા અને યાકુબ મોટાણીની પત્ની અને પુત્ર વિરુદ્ધ આર્મ્સ એકટ અને હદપારીનો ગુનો નોંધ્યો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસમેન પ્રદીપસિંહ કરણસિંહ રાણાવતે ગાંધીગ્રામ પોલીસમાં કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીનાં પુત્ર કોનેન સામે ફરીયાદ નોંધાવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, તે ભોમેશ્વર ફાટક પાસે હોમગાર્ડ શૈલેષભાઇ સાથે ફરજ પર હતા, ત્યારે એક રીક્ષામા આવેલા શખસે નીચે ઉતરી શેરીમાંથી બેરીકેટ લગાડેલુ હતુ. જે ખોલવાનો પ્રયાસ કરતા પોલીસ મેને તેને અટકાવી ટ્રાફિક હળવો થયા બાદ બેરીકેટ ખોલવાનુ કહેતા ઉગ્ર માથાકૂટ થઇ હતી અને આરોપીએ કહયું કે, આખા રાજકોટની પોલીસ મને ઓળખે છે. હુ કોનેન યાકુબ મોટાણી છુ. તેમ કહી હુ તમારા ટોપી અને પટ્ટા ઉતરાવી નાખીશ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસે કોનેનની ધરપકડ કરી પોલીસ મથકે લઇ જવામા આવ્યો હતો. જ્યાં આરોપી કોનેન મોટાણી કુખ્યાત છે અને પોતે પોતાનાં વિસ્તારમા ધાક જમાવવા પોતાની પાસે ગેરકાયદેસર પિસ્તોલ રાખી ફરે છે અને હાલ આ પિસ્તોલ તેમની માતા બિલ્કીશબેને બજરંગવાડીમા આવેલી મોમીન સોસાયટી શેરી નં 1માં રહેતા રોશનબેન ઇકબાલભાઇ ફુલાણીને સાચવવા આપી હોવાની માહીતી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીએસઆઇ એમ. વી જાડેજા અને સહદેવસિંહ જાડેજા સહીતનો સ્ટાફ પંચોને સાથે રાખી રોશનબેનનાં ઘરે પહોંચ્યો હતો અને ત્યા રોશનબેન તેમજ બીલ્કીશબેન હાજર હતા .
જ્યાં પિસ્તોલ અંગે પુછપરછ કરતા તેમનાં ઘરમાથી એક દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટુસ મળી આવ્યુ હતુ. રોશનબેનની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ પિસ્તોલ તેમણે સબંધી બિલ્કીશબેન અને તેમનાં પુત્ર કોનેને સાચવવા આપી હતી. આ ઘટના બાદ પોલીસે રોશનબેન અને બીલ્કીશબેનની અટકાયત કરી આર્મસ એકટનો ગુનો નોંધ્યો હતો.