Rajkot: સિદસર ખાતે ઉમિયા ધામમાં સવા શતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ, મંદિરે 125 ફૂટના દંડ ઉપર 125 ગજની ધ્વજા ચડાવાઇ

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 30 Sep 2023 10:02 AM (IST)Updated: Sat 30 Sep 2023 10:02 AM (IST)
rajkot-grand-opening-of-quarter-centenary-festival-at-umiya-dham-at-sidsar-temple-hoists-125-yard-flag-on-125-foot-fine-205295

ઉમિયાધામ સિદસરમાં મા ઉમિયા પ્રાગટયના 125 વર્ષ નિમિતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મંગલા ચરણ રૂપે બિલ્વપત્રના શિર્ષક હેઠળ ત્રિદિવસીય કાર્યક્રમનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. પ્રારંભે ઉમિયા માતાજીના મંદિરે 124 ફૂટના દંડ ઉપર 125 ગજની ધ્વજા ચડાવાઇ હતી.તથા વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિઘા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ-ઉમા વાટિકાનું ભૂમિપૂજન કરાયું હતું. મહોત્સવના દ્વિતિય દિવસે તારીખ 30ના એટલે કે આજે રોજ વિશાળ મહિલા સંમેલન યોજાશે.

સિદસરના આંગણે મા ઉમિયાના સાનીધ્યમાં ત્રિદિવસીય બિલ્વપત્રમહોત્સવનો આજે પારંભ થયો છે. ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીના હસ્તે મંદિરે ૧૨૫ કુટના દંડ પર 125 ગજની ધ્વજા લહેરાવી મા ઉમિયાના જયઘોષ સાથે આગામી વર્ષ 2024માં યોજાનાર ભવ્ય સવા શતાબ્દી મહોત્સવના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. ઉમિયા માતાજી મંદિર સિદસરના શિખરે લહેરાતી આ 125 ગજની ધ્વજા આગામી સવા શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય ત્યા સુધી મંદિર શિખરે શોભાયમાન બની રહેશે.

જ્યારે વેલુ નદીના પૂર્વ કિનારે 30 વિધા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ-ઉમા વાટિકાનું ભૂમિપૂજન મુખ્યદાતા વિજ્યાબેન તથા જીવનભાઇ ગોરધનભાઈ ગોવાણી પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ભૂમીપૂજન વેળાએ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતો. ઉમિયાધામ ખાતે ઉમા વાટિકા સંકુલના નિર્માણથી તીર્થધામ સિદસર ખાતે આવતા ભાવીકો માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે આધુનીક સુવિધાનું નિર્માણ થશે. રાત્રે ભવ્ય દીપમાળા સાથે આરતી યોજાઇ હતી.

સૌરાષ્ટ્રના વિવિધ ૩૦ જેટલા સંઘના પદયાત્રીકો વહેલી સવાર સુધીમાં સિદસર પહોચ્યા હતા. તમામ પદયાત્રીકોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમિયા પરિવાર મહિલા સંગઠન દ્વારા વિવિધ વસ્તુઓનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. મહોત્સવમાં તારીખ ૩૦ના રોજ વિશાળ મહિલા સંમેલન યોજાશે, જ્યારે તારીખ 1ના રોજ સામાજિક સંમેલન મુખ્યમંત્રીની તથા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે. આ મહોત્સવ દરમિયાન ત્રણ દિવસીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આંખના નંબરના તથા બેતાળા ચશ્મા વિતરણ કેમ્પ અને હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.