Gondal Market Yard Bhav Today 27 August 2025 | ગોંડલ માર્કેટ યાર્ડ ફળના ભાવ| ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Gondal APMC Price Today | Gondal APMC Rate Today

દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 27 Aug 2025 03:23 PM (IST)Updated: Wed 27 Aug 2025 03:23 PM (IST)
gondal-apmc-aaj-na-bajar-bhav-fruits-bhav-27-august-2025-592628

Gondal APMC Market Yard Bhav Today (ગોંડલ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ) 27 August 2025: આજે આ અહેવાલમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, ગોંડલમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ફળનીચો ભાવઉચો ભાવ
જામફળ4001100
દાડમ4001900
સફરજન6002000
ચીકુ400600
કેળા420560
સંતરા14002000
તરબૂચ100200
ક્મલમ6001700
ગુલાબ7001800
મોસંબી400600
દ્રાક્ષ44004800
કીવી44006200
નાશપતી300480
આલુચા6001500
ખારેક14002000