Rajkot News:રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બેટી ગામમાં રહેતા ભારતીબેન જયેશભાઈ બાંભણીયા સાથે તેના માસીયાઈ બહેનની દિકરી જીજ્ઞાસા મનસુખભાઈ સીતાપરાએ વીધી કરવાના બહાને સોનાના દાગીના અને રોકડ મળી રૂપિયા 23.75 લાખની છેતરપીંડી કર્યાની એરપોર્ટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
ભારતીબેને પોલીસને જણાવ્યું છે કે, આરોપી અવારનવાર તેના ઘરે આવતી હતી. તેના પુત્ર મિતેષના લગ્ન અને સગાઈ તુટી ગયા હોવાથી આ અંગે આરોપીને વાત કરી હતી.જેથી તેણે જાણીતા ભુવા દિલીપભાઈ વાળા છે. તેની પાસે દાણા જોવડાવીએ તેમ કહેતા તેને હા પાડી હતી. ત્યારબાદ આરોપી અને તેનો પુત્ર મીતેષ અવારનવાર ભુવા પાસે જતા હતાં.
એક વખત આરોપીએ ભુવાએ મને કીધું છે કે,મીતેષ ઘરમાં દાગીનાની ચોરી કરશે. તેમ કહેતા તેને તે આવું ન કરે તેવું કઈ કરો કહેતા આરોપીએ ભુવાજીએ મને દાગીના થાળીમાં મુકી પોટલું બાંધી કબાટમાં મુકવા પડશે. તેમ વાત કરી છે. આથી તેણે વીધી કરવાની હા પાડયા બાદ 2024માં આરોપીએ સોના ચાંદીના દાગીનાનું પોટલું બાંધી તેને ઘરના દરવાજા બહાર ઉભું રહેવાનું કહ્યું હતું. વિધિ બાદ પોટલું પરત આપતા કબાટમાં મુકી દીધું હતું.
આઠેક માસ બાદ પોટલું ખોલતાં તેમાંથી માત્ર ચાંદીના દાગીના મળ્યા હતાં. જયારે રૂપિયા 20.52 લાખના સોનાના દાગીના જોવા મળ્યા ન હતાં. એટલું જ નહીં આરોપી તેના પુત્ર મિતેષ અને પ્રશાંત પાસેથી રૂપિયા 3.22 લાખપણ લીધા હોવાનું બન્ને પુત્રોએ જણાવ્યું હતું. આથી તે પરિવાર સાથે આરોપીનાં ઘરે જઈ સમજાવવા ગયા હતાં. જયાં આરોપી હાજર ન હોય તેના પરિવારજનોએ દાગીના પરત આપી દેશે તેમ વાત કરી હતી.
બીજા દિવસે આરોપી ભુવા અને તેની પત્ની સાથે આવતા દાગીના માંગ્યા હતાં.પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો.ત્યારબાદ પરિવારજનોએ આરોપીની કડક પુછપરછ કરતાં તે 20 દિવસમાં આપી દેશે તેમ ખાતરી આપી હતી. 20 દિવસ બાદ આરોપીનાં ભાઈ અને માતાએ તેને ફાઈનાન્સની બે બ્રાંચો દેખાડી આરોપીએ મારા દાગીના ત્યાં રાખેલા છે. તેમ વાત કરી હતી.આરોપીને તેણે અવારનવાર દાગીના આપવાનું સમજાવવા છતાં પરત નહીં આપતા અંતે એરપોર્ટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.