UGVCL Video Viral: રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી…, વીજબીલ ન ભરતા ગ્રાહકો માટે પાટણના લાઈટમેને બનાવ્યું ગીત

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 15 Mar 2023 11:21 AM (IST)Updated: Wed 15 Mar 2023 12:00 PM (IST)
a-lightman-from-patan-composed-a-song-for-customers-who-do-not-pay-electricity-bills-104375

Patan News: સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબજ વાઇરલ થઇ રહ્યો છે. પાટણના લાઇટમેન જગદીશ ગૌસ્વામીએ વીજબલ ન ભરતા ગ્રાહકોને પોતાનું વીજબીલ સમયસર ભરવા માટે અનોખી રીતે આગ્રહ અને અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમણે એક વિસ્તારમાં જઇને જાણીતા ગીત રસિયો રૂપાળો રંગરેલિયો પરથી લાઇટબીલ ન ભરતા ગ્રાહકો માટે એક ગીત બનાવ્યું હતું અને ગીત ગાઈને ગ્રાહકોને લાઈટ બીલ ભરવા માટે અપીલ કરી હતી.

લાઈટમેન જગદીશભાઈ ગૌસ્વામીનો જે વીડિયો વાઈરલ થઇ રહ્યો છે, તેમાં તેઓ ગાઈ રહ્યાં છે કે, લાઇટબીલ ન ભરતા માનવતા ગ્રાહક મિત્રોને હું મારા સંગિતના શબ્દોમાં કહી રહ્યો છું કે, રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી…એ પછી ઘરનું કનેક્શન કપાય રે…લાઇટબીલ ભરતો નથી…એ પછી ઘરનો પંખો બંધ થાય રે…લાઈટબીલ ભરતો નથી…રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી…

પછી થાંભલેથી કનેક્શન કપાય રે…લાઈટબીલ ભરતો નથી…રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી…પછી ઘરનું અંધારુ થાય રે…લાઈટબીલ ભરતો નથી…રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી…એ પસા કાકા…એ રોમા કાકા…લાઇટબીલ ભરજો તો પંખા નીચે ખાવા મળશે નહીંતર કનેકશન રદ થશે તો ફરીથી કાગળિયા કરવા પડશે.