Banaskantha | Gujarat Rain Data: ગુજરાત ઉપર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે આજે પણ રાજ્યના 28 જેટલા તાલુકામાં 1 થી 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 80 મિ.મી (3.15 ઈંચ) વરસાદ રાજકોટના ધોરાજીમાં ખાબક્યો છે.
આ સિવાય જૂનાગઢના માળિયા હાટીનામાં 67 મિ.મી (2.6 ઈંચ), ડાંગના આહવામાં 55 મિ.મી (2.1 ઈંચ), કચ્છના અબડાસામાં 54 મિ.મી (2.1 ઈંચ),સુરતના કામરેજમાં 52 મિ.મી (2 ઈંચ), બનાસકાંઠાના ધાનેરામાં 46 મિ.મી. (1.8 ઈંચ), જૂનાગઢમાં 45 મિ.મી (1.7 ઈંચ) વરસાદ વરસ્યો છે.
રાતે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 30 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી બનાસકાઠા જિલ્લાના અમીરગઢમાં સૌથી વધુ 42 મિ.મી (1.6 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય સાબરકાંઠાના પોશીનામાં 29 મિ.મી (1.1 ઈંચ), કચ્છના માંડવીમાં 19 મિ.મી., મુંદ્રામાં 12 મિ.મી વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠામાં જામ્યો મેઘાવી માહોલ
આજે બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘકૃપા વરસી હોય તેમ જિલ્લાના મોટાભાગના તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જે પૈકી ધાનેરામાં સૌથી વધુ 46 મિ.મી (1.8 ઈંચ) ખાબક્યો હતો. આ સિવાય અમીરગઢમાં 42 મીમી (1.65 ઇંચ), કાંકરેજમાં 24 મીમી (0.94 ઇંચ), દાંતીવાડામાં 12 મીમી (0.47 ઇંચ), દાંતામાં 10 મીમી (0.39 ઇંચ), વાવમાં 7 મીમી (0.28 ઇંચ), પાલનપુરમાં 6 મીમી (0.24 ઇંચ), ડીસામાં 1 મીમી (0.04 ઇંચ), થરાદમાં 1 મીમી (0.04 ઇંચ), વડગામમાં 3 મીમી (0.12 ઇંચ) અને દિયોદરમાં 6 મીમી (0.24 ઇંચ) વરસાદ નોંધાયો છે.