Ambaji Bhadarvi Poonam 2025: 1200થી વધુ વર્ષ જૂનુ છે અત્યારનું સ્થાનક, મહિષાસુર નામના રાક્ષસનો વધ કરી આદ્યશકિત અંબા મહિષાસુર મર્દિની કહેવાયા

લાખો કરોડો માઈભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અંબાજી અનેક રીતે મહત્વ ધરાવે છે ત્યારે આવો જાણીએ આ શકિતપીઠનું મહાત્મ્ય.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 28 Aug 2025 03:06 PM (IST)Updated: Thu 28 Aug 2025 03:06 PM (IST)
ambaji-bhadarvi-poonam-2025-ancient-site-of-amba-mahishasura-mardini-linked-to-demons-defeat-593134
HIGHLIGHTS
  • બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી.
  • તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં.

Ambaji Bhadarvi Poonam 2025: શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઇ રહ્યો છે. લાખો કરોડો માઈભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અંબાજી અનેક રીતે મહત્વ ધરાવે છે ત્યારે આવો જાણીએ આ શકિતપીઠનું મહાત્મ્ય.

"દેવી ભાગવત" અનુસાર અગ્નિદેવીની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હોઈ અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં. આ દાનવોનો સંહાર માતાજીએ કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા છે. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં અને માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા! આ સ્થળ એટલે જ શકિતપીઠ અંબાજી. મંદિર પ્રાગૈતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતાં અત્યારનું સ્થાનક 1200 વર્ષ જેટલું પુરાણું છે. અંબાજીનાં વર્ણન-સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે.

રવપાલજી પરમારને માએ રાજ્ય અપાવ્યું

ઉજજૈનના પ્રખ્યાત પરમાર રાજા વિક્રમના પછી ૪૦મી પેઢીએ રવપાલજી પરમાર થયા. તે દ્વારકાની યાત્રાએ ગયા હતા. ત્યાંથી પાછા વળતાં કચ્છ અને સિંધની સરહદ ઉપર નગરઠઠ્ઠા છે તેની પાસે અંબિકા દેવીના સ્થાનક આગળ આવ્યા પછી તેમણે એવો નિયમ લીધો કે માતાજીની પૂજા કર્યા સિવાય અન્ન, પાણી લેવું નહિ. દેવી અંબિકા તેમના પર પ્રસન્ન થયાં અને રવપાલજીને ઈ.સ.809માં સિંધનું રાજ્ય પાછુ મળ્યું.