Navsari: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી અત્યાધુનિક વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને હવે નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે. આ નિર્ણયથી આ વિસ્તારના મુસાફરો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે. આગામી 23 ઓગસ્ટ 2025થી આ ટ્રેન નવસારી સ્ટેશન પર પ્રથમવાર ઊભી રહેશે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને હવે નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે. થોડા દિવસ પહેલાં નવસારી જિલ્લાના રેલવે કન્સલ્ટીવ કમિટીના સભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ અને ઉદ્યોગપતિઓએ સાંસદ સી.આર. પાટીલની આગેવાનીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી. તે સમયે માત્ર સ્ટોપેજની ખાતરી અપાઈ હતી.
Vadodara: મંજુસર GIDCની ખુલ્લી ગટરો બની જીવલેણ, અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા સ્થાનિકો અને કામદારોમાં રોષ
હવે તારીખની જાહેરાત થતાં જિલ્લામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આગામી 23 ઓગસ્ટ 2025થી આ ટ્રેન નવસારી સ્ટેશન પર પ્રથમવાર ઊભી રહેશે. મુંબઈ અને અમદાવાદ બંને દિશામાં સ્ટોપેજ મળતાં મુસાફરોને સીધો લાભ થશે. આ સ્ટોપેજ મળવાથી ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને રોજિંદા મુસાફરી કરનારા લોકોને સીધો લાભ થશે.