Gujarat Rain Data | Navsari: હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. આજે વહેલી સવારથી નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નવસારી શહેર ઉપરાંત જિલ્લાના જલાલપોર, ગણદેવી, ચીખલી અને ખેરગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
નવસારીમાં 4 થી 8 ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ
આજે આખા દિવસ દરમિયાન નવસારીમાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો, જિલ્લાના ગણદેવીમાં સૌથી વધુ 213 મિ.મી (8.3 ઈંચ) ધોધમાર ખાબક્યો છે. આ સિવાય ચીખલીમાં 183 મિ.મી (7.2 ઈંચ), ખેરગામમાં 133 મિ.મી (5.2 ઈંચ), જલાલપોરમાં 124 મિ.મી (4.8 ઈંચ), નવસારી શહેરમાં 122 મિ.મી (4.8 ઈંચ) અને વાંસદામાં 112 મિ.મી (4.4 ઈંચ) વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 93 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી નવસારીના ચીખલીમાં 94 મિ.મી (3.7 ઈંચ), જલાલપોરમાં 91 (3.5 ઈંચ), નવસારી શહેરમાં 70 મિ.મી (2.7 ઈંચ), ગણદેવીમાં 33 મિ.મી (1.3 ઈંચ), વાંસદામાં 22 મિ.મી વરસાદ વરસ્યો છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના 4 મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા હતા. ગણદેવીથી ઈચ્છાપોર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.
ગુજરાતના 143 તાલુકામાં વરસાદઃ જૂનાગઢ જળબંબાકાર
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 143 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 331 મિ.મી (13 ઈંચ), કેશોદમાં 278 મિ.મી (10.9 ઈંચ), વંથલીમાં 258 મિ.મી (10.16 ઈંચ), જૂનાગઢના માણાવદરમાં 205 મિ.મી (8 ઈંચ) ઉપરાંત પોરબંદરમાં 250 મિ.મી (9.8 ઈંચ), કુતિયાણામાં 176 મિ.મી (6.9 ઈંચ) અને રાણાવાવમાં 163 મિ.મી (6.4 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
જ્યારે આજે રાજ્યના 73 તાલુકામાં 1 ઈંચથી વધુ, 52 તાલુકામાં 2 ઈંચથી વધુ, 30 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 24 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.