Nadiad News: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની આજે શનિવાર તારીખ 23/8/2025ને અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રીહરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ પ્રમાણે પૂરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિત 12 ભૂદેવોએ કુલ 37,50,000 દ્વિદલ તુલસીપત્રો અર્પણ કર્યા હતાં.
વડતાલ મંદિરના પૂજારી હરિસ્વરુપાનંદજીએ જણાવ્યું કે, આ તુલસીપત્ર સેવાયજ્ઞમાં 20 ગામોના 700 સ્વયંસેવક ભાઈબહેનોએ પણ સેવા આપી હોય આ તમામ સેવકોનો વડતાલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. મહત્ત્વનું છે કે, પૂરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિતના ભૂદેવોનું શનિવારે તુલસીપત્ર પૂર્ણાહૂતી બાદ મંદિરની મુખ્ય ઓફીસમાં ભાવપૂજન સાથે બહુમાન કરવામાં આવ્યુ હતુ. ચેરમેન સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારી દેવપ્રકાશ સ્વામી. વતી આસી કોઠારી ગુણસાગરસ્વામીએ તુલસીનો મહિમા સમજાવ્યો હતો. અને ભૂદેવોનું સ્વાગત તથા અભિવાદન કર્યું હતુ.
આ પ્રસંગે ગોવિંદપ્રસાદ સ્વામી (મેતપુરવાળા) શ્રીવલ્લભ સ્વામી. નારાયણ મુનિસ્વામી. લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી પા.વિઠ્ઠલભગત વગેરે દ્વારા ભૂદેવોને ફળફળાદિ સાથે દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી. પૂજારી હરિસ્વરુપાનંદજીએ ભૂદેવો વતી ગુણસાગર સ્વામીનુ હુલહારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી હરિભક્ત ભરતભાઈ પટેલ (સેવાલિયા) ભાવેશભાઈ પટેલ (ઉત્તરસંડા) સ્વામિનારાયણ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ચિરાગભાઈ ગોંડલીયાએ ભૂદેવોને ભેટ અર્પણ કરી હતી. જયારે ચેરમેન ડૉક્ટર સંતસ્વામી તથા કોઠારી દેવપ્રકાશસ્વામીએ ભૂદેવોને બીરદાવ્યા હતા. સમારંભ વ્યવસ્થામાં હીરાભગત તથા નીકિત પટેલ જોડાયા હતા.