Umiya Mataji Mandir Unjha: ઊંઝા ઊમિયા માતાજી સંસ્થા દ્વારા યાત્રિકો માટે સોનાના બે પેન્ડલ લોન્ચ કરાયા, બજાર કિંમતે ભક્તો ખરીદી શકશે

સંસ્થાન દ્વારા પેન્ડલનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પેન્ડલ બુકિંગ માટે ઇચ્છુક ભક્તો સંસ્થાનનો સીધો સંપર્ક કરી શકે છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 01 May 2025 12:45 PM (IST)Updated: Thu 01 May 2025 12:45 PM (IST)
unjha-umiya-mataji-sanstha-launches-two-gold-pendulums-for-devotees-519642

Umiya Mataji Mandir Unjha: કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અખાત્રીજના પાવન દિવસે મા ઉમિયાનું સોનાનું પેન્ડલ ઉમિયા માતાજી સંસ્થાનના હોદેદારો દ્વારા લોન્ચિંગ કરાયું છે. સંસ્થાન દ્વારા પેન્ડલનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પેન્ડલ બુકિંગ માટે ઇચ્છુક ભક્તો સંસ્થાનનો સીધો સંપર્ક કરી શકે છે.

માતાજી મંદિરે વર્ષ દહાડે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. સંસ્થાન દ્વારા અખાત્રીજના પાવન દિવસે મા ઉપિયાનું સોનાનું પેન્ડલ લોન્ચ કરવામાં આવ્યું છે. 2.630 તેમજ 4.645 ગ્રામના બે પેન્ડલનું લોચિંગ કરવામાં આવ્યું છે. જે બજાર કિંમતે માઈભક્તોને મળી રહેશે.